/connect-gujarat/media/media_files/wE6y1qBGzgl0lXuFaQb4.png)
આજકાલ ઘણા લોકોને ડાર્ક સર્કલની સમસ્યા સતાવતી હોય છે .... જેના માટે ક્યાંકને કયાંક આપણે જ જવાબદાર છીએ એવું માનીએ તો ખોટું નથી. ડાર્ક સર્કલ એ ચહેરાની સુંદરતા પર ડાઘ જેવા હોય છે . કે ડાર્ક સર્કલ આપણાં ખરાબ સ્વાસ્થયની ચાડી ખાય છે. તમે અનેકવાર અનેક બ્યુટી પ્રોડક્ટસનો ઉપયોગ કરીને તેને હટાવવાનો પ્રયાસ લોકો કરતાં હોય છે. પણ જો આદતોનું ધ્યાન રાખશો તો તમે તેને સરળતાથી દૂર કરી શકો છો. આ બાબતોને ધ્યાનમાં લો :
ડાર્ક સ્પોટ્સ માત્ર સુંદરતા જ નઇ આત્મવિશ્વાસ પણ ઘટાડે છે જો આપણે આપણાં રોજિંદા જીવનમાં કેટલીક નાની બાબતોનું ધ્યાન રાખીએ તો આપણે ડાર્ક સર્કલ ને તેના મૂળથી દૂર કરી શકીશું. પૂરતી
પુરતી ઊંઘ જરૂરી :
શરીરને રોગોથી બચાવવા માટે 7 કલાકની ઊંઘ અત્યંત જરૂરી છે. જો તમે યોગ્ય રીતે ઊંઘ નથી લઈ શકતા તો તે ડાર્ક સર્કલ ઉદભવે છે. ઓછામાં ઓછા 6 થી 7 કલાકની ઊંઘ લેવી જરૂરી બની રહે છે. તેથી ધ્યાન રાખો કે તમે પૂરતી ઊંઘ લો છો ક નહીં . ઓછી ઊંઘને કારણે ડાર્ક સર્કલ સિવાય અન્ય ઘણી બીમારીઓ પણ તમને ઘેરી શકે છે એનું ધ્યાન રાખો.
ડીહાઈડ્રેશન :
કદાચ તમને ખ્યાલ ના હોય તો જાણી લો કે ડીહાઈડ્રેશનની સમસ્યાને કારણે પણ ડાર્ક સ્પોર્ટ્સ થઈ શકે છે પાણીની અછતને કારણે આંખોની નીચેની ત્વચા નિસ્તેજ બનવા લાગે છે. અને ડાર્ક સર્કલ દેખાવા લાગે છે. એટલે દિવસ દરમ્યાન શક્ય તેટલું શરીરને હાઈડ્રેટેડ રાખવું જોઈએ ડીહાઈડ્રેશનને કારણે ત્વચા સુકકી થઈ જાઈ છે .
દાયતનું ધ્યાન રાખો :
અપૂરતો આહાર પણ ડાર્ક સર્કલનું કારણ છે. જ્યારે શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે ત્યારે ચહેરા પર ડાર્ક સર્કલ દેખાવા લાગે છે. ડાર્ક સર્કલને શરીરમાં જરૂરી તત્વોની ઉણપ અને નબળાઈનો સંકેત પણ માનવામાં આવે છે. પોષણયુક્ત આહાર લેવાનું રાખો.
આંખોને ઘસવાનું ટાળો :
આંખોને સતત ઘસવાનું આદત હોય તો એ છોડી દો . તેનાથી પણ ડાર્ક સર્કલની સમસ્યા વધી શકે છે. આંખને મસળવાથી આંખોની નીચેની રક્તવાહિનીઓ તૂટી જાય છે જેના કારણે લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થતો નથી આ આદત પણ ડાર્ક સર્કલનું કારણ બને છે.