શું તમારા વાળ પણ ખરે છે ? જાણો અહીં કારણો

ગર્ભાવસ્થા પછી હોર્મોનલ અસંતુલન પણ વાળ ખરવાનું કારણ  હોય શકે છે. રોજીંદી જીવન શૈલીમાં ખોરાકનો અભાવ પણ વાળ ખરવાનું એક કારણ ગણી શકાય .

New Update
શું તમારા વાળ પણ ખરે છે

આજકાલના ભાગદોડ ભરેલી જિંદગીમાં વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. જેમાં આજકાલની જીવનશૈલી , ખાણીપીણી , તણાવ, ચિંતા ભાગ ભજવી જાય છે. આ ઉપરાંત પોષણની ઉણપખોડો, વાળને કલર કરવા કે બ્લીચ કરવા, સ્ટ્રેટનિંગપરમિંગ વગેરે પણ તમારા વાળને નુકશાન કરે છે. ગર્ભાવસ્થા પછી હોર્મોનલ અસંતુલન પણ વાળ ખરવાનું કારણ  હોય શકે છે. રોજીંદી જીવન શૈલીમાં ખોરાકનો અભાવ પણ વાળ ખરવાનું એક કારણ ગણી શકાય .

એક તંદુરસ્ત આહાર ખૂબ અગત્યનો છે. તમારા આહારમાં ફણગાવેલા અનાજનો સમાવેશ કરો. ફળો, સલાડ, શાકભાજી, ડાહી નો સમાવેશ કરો. માથાની ચામડી તૈલી હોય અથવા ખોડો હોય તો પુષ્કળ પ્રમાણમા પાણી પીવાનું રાખો. વાળ ખરવા અને વાળની સમસ્યાનું મુખ્ય કારણ સ્ટ્રેસ છે. આજના સ્પર્ધાના યુગમાં તણાવથી બચવું મુશ્કેલ છે. આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપરાંતતે આપણા વાળને પણ અસર કરે છે. 

એ સિવાય તમે કોઈ બીમારીનો શિકાર હોવ તો પણ વાળ ખરી શકે છે. ગર્ભાવસ્થા પછી વાળ ખરવા સામાન્ય બાબત છે. ગર્ભાવસ્થા દરમિયાન એસ્ટ્રોજનનું સ્તર વધે છેજે વાસ્તવમાં વાળને ફાયદો કરી શકે છે. પરંતુ પ્રેગ્નન્સી પછી તેનું લેવલ ઓછું થવા લાગે છેજેના કારણે વાળ ખરવા લાગે છે. થાઈરોઈડનું અસંતુલન ઝડપથી વાળ ખરવાનું કારણ બને છે. તે વાળના બંધારણને પણ અસર કરી શકે છે. વાળને ચુસ્ત રીતે બાંધવાથી વાળને ઘણું નુકસાન થાય છેજે વાળ ખરવા તરફ દોરી જાય છેખાસ કરીને વાળની લાઇન પર. જો તમારે તમારા વાળ બાંધવા હોય તો તેને ઢીલા બાંધો. વાળ પર રબર બેન્ડ લગાવવાનું ટાળો

વાળ વધારે ધોવાથી પણ વાળ ખરવા લાગે છે. જો ડેન્ડ્રફ હોય તો વાળ ખરવા લાગે છે. આ માટે સ્કેલ્પ અને વાળની સફાઈનું ખાસ ધ્યાન રાખો. જો તમારા વાળ ખૂબ જ તૈલી હોય તો શેમ્પૂ પછી હેર રિન્સનો ઉપયોગ કરો. ખોપરી ઉપરની ચામડી અને વાળને યોગ્ય રીતે સાફ ન કરવાને કારણે વાળમાં ગંદકીપરસેવો અને ડેન્ડ્રફ જેવી સમસ્યાઓ દેખાવા લાગે છે અને વાળ ખરવા લાગે છે. તેથીસ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો.

Latest Stories