Connect Gujarat
ફેશન

લગ્નની તૈયારી કરતી વખતે આ ભૂલો કરતાં પહેલા આ ખાસ બાબતોનું રાખો ધ્યાન...

બ્રાઇડલ આઉટફિટ પસંદ કરતી વખતે તમારા શરીરના આકારને ધ્યાનમાં રાખો

લગ્નની તૈયારી કરતી વખતે આ ભૂલો કરતાં પહેલા આ ખાસ બાબતોનું રાખો ધ્યાન...
X

ઘરમાં કોઈ શુભ પ્રસંગ અને તેમાય લગ્ન તો ખાસ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે, લગ્ન નક્કી થતાં જ દુલ્હનની તૈયારીઓ શરૂ થઈ જાય છે, પરંતુ ચાર-પાંચ મહિના પછી થનારા લગ્ન માટે પણ ઘણી દુલ્હન પોતાની તૈયારીઓમાં કંઈક કમી છોડી દે છે. ક્યારેક તે તેના દેખાવથી સંતુષ્ટ નથી, ક્યારેક તેના આઉટફિટથી તો ક્યારેક ફોટાઓથી સંતુષ્ટ નથી. જો તમે પણ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છો, તો આ જરૂર વાંચજો કર્ણ કે પહેલેથી પણ તૈયારીઓ કરી હોય તો પણ કઇંક ભૂલાય જતુ હોય છે, ખાસ કરીને વરરાજા.

ફૂલોના ગજરાની પસંદગી :-

જો તમે તમારા બ્રાઈડલ લુક માટે બન હેરસ્ટાઈલ પસંદ કરી છે, જેને તમે સુંદર ગજરાથી સજાવવા જઈ રહ્યા છો, તો મોગરાના ગજરા પસંદ કરવાને બદલે ટગરના ફૂલોથી બનેલો ગજરો પસંદ કરો. કારણ કે મોગરા ગજરા થોડા સમય પછી સુકાઈ જવા લાગે છે અને તેનો રંગ પણ બદલાવા લાગે છે જ્યારે ટગર ગજરા 7 થી 8 કલાક પછી પણ તાજો રહે છે. આ ફૂલો મોગરા જેવા જ દેખાય છે. મતલબ, તે તમારી સુંદરતાને કોઈપણ રીતે ઘટાડશે નહીં. ટગરને હિન્દીમાં સુગંધબાલા તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં તેને Indian Valerian કહે છે.

દુલ્હનનો પોશાક :-

બ્રાઇડલ આઉટફિટ પસંદ કરતી વખતે તમારા શરીરના આકારને ધ્યાનમાં રાખો. ઘણા બધા ટ્રેન્ડને અનુસરવા માટે, ઘણી વખત આપણે એવા આઉટફિટ્સ ખરીદીએ છીએ જે ન તો સારા લાગે છે અને ન તો તેમાં કમ્ફર્ટેબલ હોય છે. માટે તે દુલ્હનનો પોષક તો સૌથી મહત્વનુ માનવામાં આવે છે.

આઈ મેકઅપ :-

લગ્ન માટે તમારો મેકઅપ કરાવતી વખતે, ડ્રેસ સાથે મેળ ખાતો મેકઅપ ન કરો. તેના બદલે, સ્મોકી, સ્પાર્કલિંગ આંખનો મેકઅપ પસંદ કરો. જે આઉટફિટના દરેક રંગને સૂટ કરે છે. અને સારુ લાગતું હોય તેવું આઈ મેક અપ કરાવવો જોઈએ.

ગજરાના ફૂલોનો રંગ :-

બન માટે ગજરા પસંદ કરતી વખતે, ઘણા બધા રંગોવાળા ગજરા પસંદ ન કરો. લીલા, વાદળી, સફેદ, લાલ જેવા અનેક રંગોથી બનેલો ગજરો મજેદાર નથી લાગતો, પરંતુ જો તમારે કલરફૂલ ગજરા બનાવવા હોય તો તેજસ્વી અને હળવા રંગોને એકસાથે મિક્સ ન કરો. મતલબ, કાં તો બધા તેજસ્વી રંગોના ફૂલોવાળા ગજરા પસંદ કરો અથવા બધા નરમ રંગોવાળા એક પસંદ કરો.

ફેન્સી ક્લચ અથવા બેગ :-

ખૂબ ભારે હેન્ડબેગ લઈ જવાને બદલે ફેન્સી ક્લચ અથવા પરંપરાગત પોટલી બેગ સાથે રાખો. જે દેખાવમાં સારી લાગશે અને કેરી કરવામાં પણ સરળ છે.

ખાસ લગ્નમાં તૈયાર થતી વખતે આ બધી બાબતોનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે.

Next Story