મુલતાની માટીના ફાયદા જાણો , ખીલી ઉઠશે ચહેરો.

મુલતાની માટી એક પ્રકારની માટી છે જ સફેદ , પીળાશ પડતી કે રાખોડી રંગની માટી છે. આ માટીનો ઉપયોગ ધોવાના અને સાફ કરવા માટે ઉપયોગમાં લેવાતો હોય છે.

author-image
By Connect Gujarat Desk
mati
New Update

મુલતાની માટી એક પ્રકારની માટી છે જ સફેદપીળાશ પડતી કે રાખોડી રંગની માટી છે. આ માટીનો ઉપયોગ ધોવાના અને સાફ કરવા માટે ઉપયોગમાં લેવાતો હોય છે.

સામાન્ય રીતે મુલતાની માટી લોકો ચહેરા પર લગાવીને સુંદરતા વધારતા હોય છે. મુલતાની માટી ત્વચા માટે લાભદાયી છે. સામાન્ય રીતે સ્કીન કેરમાં મુલતાની માટીનો સમાવેશ થાય છે. આ માટીના ઉપયોગથી ચેહરો નિખરે છે. આ સાથે ઓઇલી સ્કિનથી ચીકાશ હટાવવા માટે પણ મુલતાની માટી અસરકારક પરિણામ આપતી હોય છે. મુલતાની માટી ટેનિંગને દૂર કરવામાં પણ મદદ કરે છે. ઉનાળામાંચહેરો ખાસ કરીને વધારે ટેન થઈ જાય છે. ટેનિંગ પછીચહેરાનો રંગ ડલ દેખાય છે.

ટેનિંગ માટે મુલતાની મિટ્ટી ફેસ પેક - મુલતાની માટી અને ટામેટાના ફેસ પેકથી ટેનિંગ દૂર કરી શકાય છે. આ ફેસ પેક બનાવવા માટે એક ચમચી મુલતામી માટીમાં જરૂર મુજબ ટામેટાંનો રસ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો.આ પેકને 20 – 25 મિનિટ લગાવી રાખો ત્યારપછી ધોઈ લો. આ ફેસ પેક અઠવાડિયામાં એક કે બે વાર લગાવી શકાય છે. તેનાથી ચહેરાની ટેનિંગ ઓછી થવા લાગશે. મુલતાની માટીને લીંબુના રસ સાથે પણ લગાવી શકાય. આ પેકને માત્ર 15 મિનિટ માટે લગાવીને ધોઈ લો .

વિટામિન સીના ગુણોથી ભરપૂર આ ફેસ પેક ટેનિંગ ઘટાડશે અને ચહેરાને નિખારશે. મુલતાની માટીને દહીંમાં મિક્સ કરીને પણ ફેસ પેક બનાવી શકાય છે. ટેનિંગ ઘટાડવા માટે તમે મુલતાની માટીને મધ સાથે મિક્સ કરીને ફેસ પેક પણ તૈયાર કરી શકો છો. આ ફેસ પેક અઠવાડિયામાં એકવાર લગાવી શકાય છે. મુલતાની માટી ફેસ પેક ચહેરા પર લગાવતા પહેલા ચહેરાને સારી રીતે ધોયા પછી જ પેક લગાવો. આ પછી ફેસ પેકને આખા ચહેરા પર સારી રીતે લગાવો. એટલું ચોક્કસ ધ્યાન રાખજો કે આ પેક તમારી આંખોની આસપાસ ન લાગે. જ્યારે તમે ધોયા પછી ફેસ પેક કાઢવા માંગતા હોવ તો પહેલા ચહેરા પર પાણી રેડો અને પછી તેને હળવા હાથે ઘસીને ફેસ પેકને દૂર કરવાનું શરૂ કરો.આ ઉપાયો તમારા ચહેરાની રંગત નિખારવામાં અવશ્ય મદદ કરશે.

 

 

 

 

#મુલતાનીમાટી #ચેહરો #વિટામિન #લાભદાયી
Here are a few more articles:
Read the Next Article