સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આરોપોના જવાબમાં ટ્વિટરની નીતિઓ જોવાની સલાહ આપી છે. ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલને લખેલા પત્રના જવાબમાં કંપનીના પ્રવક્તાએ કહ્યું કે ફોલોઅર્સની સંખ્યા સાર્વજનિક છે અને ટ્વિટર તેની સાથે છેડછાડ કરતું નથી.

રાહુલે 27 ડિસેમ્બરે એક પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે ટ્વિટર મોદી સરકારના દબાણમાં તેમના ફોલોઅર્સને વધવા નથી આપી રહ્યું. ટ્વિટર પ્રવક્તાએ રાહુલના આરોપનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ટ્વિટર હેન્ડલના ફોલોઅર્સની સંખ્યામાં વધારો થવો સામાન્ય બાબત છે. ટ્વિટર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ટ્વીટર હેન્ડલના કેટલા ફોલોઅર્સ છે,

તે દરેકને દેખાઈ રહ્યું છે. અમે દરેકને ખાતરી આપવા માંગીએ છીએ કે સંખ્યાઓ અર્થપૂર્ણ અને સચોટ છે. ટ્વિટર કોઈપણ પ્રકારની હેરાફેરી અને અનિચ્છનીય પ્રવૃત્તિને સંપૂર્ણપણે સહન કરતું નથી. અમે વ્યૂહાત્મક રીતે તેનો સામનો કરવાનું ચાલુ રાખીએ છીએ.