અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર ગડખોલ ગ્રામપંચાયતની ડમ્પિંગ સાઈટ પર કચરાના જથ્થામાં અચાનક આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો.

અંકલેશ્વરની રાજપીપલા ચોકડી નજીક નેશનલ હાઇવેની બાજુમાં આવેલ ગડખોલ ગ્રામપંચાયતની ડમ્પિંગ સાઈટમાં બપોરના અરસામાં સંગ્રહ કરેલ કચરામાં અચાનક આગ લાગી હતી.આગ વધુ ફેલાતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા.
આગની જાણ ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરતા એક ફાયર બ્રિગેડ સાથે ફાયટરો દોડી આવ્યા હતા અને ભારે જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.આગના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
