ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમાં પ્રથમ વાર 7 કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરવામાં આવી છે. જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને આ કાર્યકારી પ્રમુખોને પસંદ કરવામાં આવ્યાં છે, જેમાં 1 પાટીદાર, 1 અનુસૂચિત જાતિ, 1 કોળી સમાજ , 1 આહીર સમાજ, 1 નોન ગુજરાતી, 1 લઘુમતી અને 1 ક્ષત્રિય નેતાને કાર્યકારી પ્રમુખ બનાવાયા છે.
ધારાસભ્ય લલિત કગથરા, જીગ્નેશ મેવાણી, ઋત્વિક મકવાણા, અંબરીશ ડેર, હિંમતસિંહ પટેલ, કાદિર પીરઝાદા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલને કાર્યકારી પ્રમુખ બનવવામાં આવ્યા છે. આમાંથી પ્રથમ પાંચ ધારાસભ્ય છે, જયારે અંતિમ બે નેતા કાદિર પીરઝાદા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલ ધારાસભ્ય નથી. જો કે કાર્યકારી પ્રમુખ બન્યા બાદ આ તમામ નેતાઓનનું કદ વધી ગયું છે.
