ભરૂચના હાંસોટના ખરચ ખાતે આવેલ  આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રતિષ્ઠિત ઇન્ટર-એબીજી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. એબીજી પરિવારની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓની સહભાગિતાવાળી આ સ્પર્ધામાં પ્રતિભા, સર્જનાત્મકતા, ટીમવર્ક અને સંગીતપ્રતિભાનો અનોખો સંગમ જોવા મળ્યો.

સ્પર્ધામાં 54 શાળાઓની ભાગીદારી રહી હતી. આ સ્પર્ધાએ વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા રજૂ કરવાની સાથે આત્મવિશ્વાસ, શિસ્ત, સંકલન અને સહકારની ભાવના વિકસાવવાનો મહત્વપૂર્ણ અવસર પૂરો પાડ્યો.આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ, ખરચના વિદ્યાર્થીઓએ સંગીતની બંને શ્રેણીમાં નોંધપાત્ર સફળતા મેળવી. ધોરણ V થી VIIIના વિદ્યાર્થીઓની ગ્રુપ સોંગ ટીમે દ્વિતીય સાંત્વના પુરસ્કાર પ્રાપ્ત કર્યો. ટીમના સભ્યોએ મધુર સ્વર, ઉત્તમ તાલમેલ અને એકસાથે પ્રસ્તુતિ દ્વારા પોતાની સંગીત પ્રતિભાનો પરિચય કરાવ્યો.તે જ રીતે, ધોરણ VI થી XIIની ઓર્કેસ્ટ્રા ટીમે તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને શાળાને ગૌરવ અપાવ્યું.શાળાના વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ સમગ્ર શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.