મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી વધુ પ્રભાવિત નવસારી સહિત ૬ જિલ્લાની પરિસ્થિતી-બચાવ-રાહત રેસ્કયુ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા સી.એમ-ડેશબોર્ડ દ્વારા કરી વરસાદનું જોર હળવું થતાં જ માર્ગોની મરામત અને પૂર્વવત કરવા-નુકસાનીનો સત્વરે સર્વે કરી સહાય ચુકવવી અને દવા છંટકાવ દ્વારા રોગ અટકાયતી પગલાં ને અગ્રતા આપવામાં આવશેનવસારીમાં એક જ દિવસમાં ૮૧૧ લોકોનું રેસ્કયુ ઓપરેશન પાર પડયું-તંત્રવાહકોને રાતભર કામગીરી કરી પાણીમાં ફસાયેલા લોકોને બચાવ્યા રાજ્યના વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ૧૩૦૦ જેટલા લોકો રેસ્કયુ કરવામાં આવ્યા છે તેમાંથી માત્ર નવસારી જિલ્લામાંથી જ એક જ દિવસમાં ૮૧૧ લોકોનું રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયુ છેઆ ઓપરેશનમાં કોસ્ટગાર્ડ, NDRF, અને સ્થાનિક તરવૈયાઓએ રાતભર જહેમત કરીને સૌને સલામત બહાર કાઢયા છે તેની વિગતો મુખ્યમંત્રીએ મેળવી હતી નવસારીમાં એન.ડી.આર.એફ ની ૪ અને એસ.ડી.આર.એફ ની ૬ ટીમ તૈનાત છે અને જરૂર જણાયે વધુ ટીમ મોકલવા પણ કેન્દ્ર સાથે સંકલન સાધવામાં આવ્યું છે તેમ આ વિડીયો કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું