ગાંધીનગર : ગુજરાતના નિર્માણ ક્ષેત્રે વધુ એક નક્કર કદમ, મહેસૂલ વિભાગ થયું ડિજિટલ

0

મહેસૂલ વિભાગે ડીજીટલ ગુજરાતના નિર્માણ ક્ષેત્રે વધુ એક નક્કર કદમ ભરી સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા મહેસૂલ વિભાગની કચેરીઓની તપાસણીની પ્રક્રિયા ઓનલાઇન કરી “ઇન્ટીગ્રેટેડ રેવન્યુ ઇન્સપેક્શન સિસ્ટમ” દ્વારા હવેથી તમામ મહેસૂલી પરવાનગી, હક્કપત્રકની નોંધો અને મહેસૂલી કેસની તપાસ ઓનલાઇન મોડ્યુલમાં કરવામાં આવશે

મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજયના મહેસૂલી વહીવટને કમ્પ્યુટરાઈઝડ, સલામત, સુરક્ષિત, સુદ્દઢ અને ઝડપી બનાવવાના પગલાંરૂપે હસ્તલિખિત મહેસૂલી રેકર્ડ જાન્યુઆરી-2004થી ઓનલાઈન કરવામાં આવેલ છે. રાજયની તમામ જમીનોના 8 કરોડ જેટલા હસ્તલિખિત 7/12 અને હસ્તલિખિત નોંધોને સ્કેન કરીને ઓનલાઇન ઉપલબ્ધ કરાવ્યાં છે. મહેસૂલી કોર્ટ કેસ, હક્કપત્રકની નોંધો અને વિવિધ પરવાનગીની અરજી તથા પ્રક્રિયા ઓનલાઇન કરવામાં ગુજરાત રાજય ભારતભરમાં મોખરે છે.

મહેસૂલ વિભાગે ડીજીટલ ગુજરાતના નિર્માણ ક્ષેત્રે વધુ એક નક્કર કદમ ભરી સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા મહેસૂલ વિભાગની કચેરીઓની તપાસણીની પ્રક્રિયા ઓનલાઇન કરી “ઇન્ટીગ્રેટેડ રેવન્યુ ઇન્સપેક્શન સિસ્ટમ” દ્વારા હવેથી તમામ મહેસૂલી પરવાનગી, હક્કપત્રકની નોંધો અને મહેસૂલી કેસની તપાસ ઓનલાઇન મોડ્યુલમાં કરવામાં આવશે મહેસૂલ વિભાગ રાજયના ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને સામાન્ય નાગરિકોની રોજબરોજની મહેસૂલી કામગીરીઓને લક્ષમાં રાખીને ટેકનોલોજીના માધ્યમથી સરળીકરણ અને પારદર્શિતા લાવવામાં હંમેશા અગ્રેસર રહ્યો છે. મહેસૂલી સેવાઓ વધુ ઝડપી, સરળ અને પારદર્શક બને તે માટે ઇ-ગવર્નન્સના માધ્યમ અને અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી iORA પર બિનખેતી પરવાનગી, પ્રીમિયમ પરવાનગી, બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરવાનગી, વારસાઇ નોંધ, સુધારા હુકમ, જમીન માપણી જેવી 27 જેટલી વિવિધ સેવાઓ ઓનલાઇન કરી સીંગલ વિન્ડો સીસ્ટમને યથાર્થ બનાવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here