ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી મોટી ઇવેન્ટ યોજવવા જઈ રહી છે.Def-Expo 2022નું આયોજન ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે. 10 થી 14 માર્ચ 2022 દરમિયાન ડિફેન્સ એક્સપો યોજાશે.જેમાં ભૂમિ, વાયુ, સમુદ્રી અને આંતરિક ગૃહભૂમિ સુરક્ષા તેમજ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સને કેન્દ્ર સ્થાને રાખીને આ મેગા સંરક્ષણ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન યોજવામાં આવશે.ડિફેન્સ એક્સપો ની થીમ ‘ભારત-ઉભરતું સંરક્ષણ વિનિર્માણ હબ’ રાખવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં 70 કરતાં વધારે દેશો સહભાગી બનશે. ભવિષ્યના યુદ્ધોને ધ્યાનમાં રાખીને આ ઇવેન્ટ નો ઉદ્દેશ સંઘર્ષો માટેની નવતર ટેકનોલોજી નો પ્રભાવ અને તેના માટે જરૂરી ઉપકરણો તેમજ પ્લેટફોર્મ પર તેના પરિણામે પ્રભાવોને ઓળખવાનો છે.Def-Expo 2022નું આયોજન કરવામાં આવ્યું છે. એક્સપો લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આ ડિફેન્સ એક્સપોમાં દેશ વિદેશથી મહાનુભાવો અને ડિફેન્સના અધિકારીઓ આવશે. મહેમાનોને અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર લઈ જવા માટે 5000 થી વધુ મોંઘી કાર બુક કરવામાં આવી છે. જેમાં ઓડી, મર્સિડીઝ, BMW કારનું એડવાન્સ બુક કરવામાં આવી છે. સાથે વીઆઇપી મહેમાનો માટે અમદાવાદ અને ગાંધીનગર 200થી વધારે હોટલનું બુકીંગ કરવામાં આવ્યું છે. જેમાં 5 સ્ટાર હોટલ થી લઈ 3 સ્ટાર સહિતની હોટલ બુક કરવામાં આવી છે.Def-Expo 2022મા સંરક્ષણ જાહેર ક્ષેત્રના સાહસો અને ઉદ્યોગો દ્વારા ભૂમિ, વાયુ અને સમુદ્ર તેમજ ગૃહભૂમિ સુરક્ષા સિસ્ટમના લાઇવ પ્રદર્શન થશે. આ પ્રદર્શન હેલિપેડ પ્રદર્શન કેન્દ્ર ખાતે યોજાશે. ઉદ્ઘાટન કાર્યક્રમો અને સેમીનારનું આયોજન મહાત્મા મંદિર કન્વેન્શન અને પ્રદર્શન કેન્દ્ર ખાતે યોજાશે.10 માર્ચ 2022ના રોજ ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન થશે. જેમાં પ્રથમ ત્રણ દિવસ બિઝનેસ ડે તરીકે રાખવામાં આવશે.13-14 માર્ચ 2022ના રોજ પબ્લિક ડે રહેશે એટલે કે જાહેર જનતા માટે રહેશે. તેમજ લાઇવ પ્રદર્શન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવશે. Def-Expo-2022નું આયોજન કોવિડ-19 પ્રોટોકોલના પાલન સાથે યોજાશે