ગાંધીનગર જિલ્લાના શાહપુર, કાંઠા અને વેડા આયુષ્માન આરોગ્ય મંદિરને ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય સેવાઓ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ‘NQAS’ (National Quality Assurance Standards) સર્ટિફિકેટ એનાયત કરાયું છે. આ ત્રણેય કેન્દ્રોએ તમામ 12 કઠિન માપદંડો સફળતાપૂર્વક પાર કરીને રાષ્ટ્રીય સ્તરે 90 ટકાથી વધુનો શાનદાર સ્કોર મેળવ્યો છે.

ગાંધીનગર જિલ્લાના શાહપુર, કાંઠા અને વેડા આયુષ્માન આરોગ્ય મંદિરને ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય સેવાઓ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ‘NQAS’ (National Quality Assurance Standards) સર્ટિફિકેટ એનાયત કરાયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સન્માનિત આ ત્રણેય કેન્દ્રોમાં મૌખિક સ્વાસ્થ્ય, સગર્ભા મહિલાઓની સારસંભાળ અને નવજાત શિશુઓની સુરક્ષા જેવી તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે. સ્થાનિક પરિવારોને હવે મોંઘી ખાનગી હોસ્પિટલોના ધક્કા ખાવા પડતા નથી, કારણ કે અહીં નિષ્ણાત તબીબી સલાહ, લેબોરેટરી ટેસ્ટ અને તમામ આવશ્યક દવાઓ વિનામૂલ્યે મળી રહે છે.કેન્દ્રીય ટીમ દ્વારા કરાયેલા કડક વર્ચ્યુઅલ એસેસમેન્ટમાં આ કેન્દ્રો સંપૂર્ણપણે ખરા ઉતર્યા છે. અહીં ટીબી નાબૂદી જેવા રાષ્ટ્રીય કાર્યક્રમોના સફળ અમલીકરણ સાથે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કેન્સર જેવા બિન-ચેપી રોગોનું પણ પ્રારંભિક તબક્કે જ નિઃશુલ્ક સ્ક્રિનિંગ કરીને ગ્રામજનોને ગંભીર બીમારીઓથી સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે.

નેશનલ હેલ્થ સિસ્ટમ્સ રિસોર્સ સેન્ટર (NHSRC)ના મૂલ્યાંકનમાં મેળવેલો 90 ટકાથી વધુનો સ્કોર રાજ્યના મજબૂત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રતીતિ કરાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ‘સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાત’ના સંકલ્પને સાકાર કરતી ગાંધીનગર જિલ્લાની આ સફળતા આજે રાજ્યના અન્ય જિલ્લાઓ માટે એક ઉત્તમ રોલ મોડેલ બની છે.