ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (ગુજકોમાસોલ)એ રાજ્યનું સર્વોચ્ચ સહકારી માર્કેટિંગ સંઘ છે. શ્રી ત્રિભુવનદાસ પટેલ દ્વારા વર્ષ 1960માં ગુજકોમાસોલની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે સહર્ષ નિમંત્રણ સ્વીકારતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે નવા અધ્યતન બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવશે.
ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (ગુજકોમાસોલ)ની ગાંધીનગર જી.આઈ. ડી. સી. ખાતે નિર્માણ પામેલ અધ્યતન બિલ્ડીંગ “શ્રી ત્રિભુવનદાસ પટેલ સહકાર ભવન” નું આગામી તા. 10-04-22ના રોજ બપોરે 03:00 કલાકે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ લોકાર્પણ કરશે. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ, સી.આર.પાટીલ, રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ, સહકાર મંત્રી જગદીશ પંચાલ તેમજ રાજ્ય કક્ષાની તમામ સહકારી સંસ્થાઓના ચેરમેન, ડાયરેક્ટર, જિલ્લા તેમજ તાલુકા સહકારી સંઘ, માર્કેટીંગ યાર્ડ, તથા સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ સહિત રાજ્યના અગ્રણી સહકારી આગેવાનો ઉપસ્થિત રહેશે તેમ ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170