ગીર સોમનાથ : કોરોનાનું સંક્રમણ રોકવા લોકો માટે કરફયુ, ભાજપના નેતાઓ ઉત્સવોમાં મસ્ત

ગીર સોમનાથ : કોરોનાનું સંક્રમણ રોકવા લોકો માટે કરફયુ, ભાજપના નેતાઓ ઉત્સવોમાં મસ્ત
New Update

એક તરફ રાજયમાં કોરોનાએ ઉથલો માર્યો છે તો બીજી તરફ સત્તાધારી ભાજપના નેતાઓ ઉત્સવો અને શકિત પ્રદર્શનમાં મસ્ત જણાય રહયાં છે. લોકો માટે કરફયુ જાહેર કરાયો છે પણ નેતાઓ બિન્દાસ્ત કાર્યક્રમો યોજી રહયાં છે. આવી જ ઘટના ગીર સોમનાથ જિલ્લામાં બની હતી.

ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમારે કંજરી ગામમાં કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા સાથે ખુલ્લી જીપમાં નીકળી લોકોનું અભિવાદન ઝીલી સોશિયલ ડીસ્ટન્સીંગના ધજાગરા ઉડાવી દીધાં હતાં. વડાપ્રધાન ભલે કોરોનાથી બચવા સલાહ આપતા હોય પણ તેમની સલાહ ભાજપના નેતાઓ અને કાર્યકરો સામે ભેંસ આગળ ભાગવત જેવી સાબિત થઇ રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ તાલુકા ભાજપના ઉપક્રમે  નવનિયુક્ત જિલ્લા ભાજપ અધ્યક્ષ માનસિંહ પરમારનો પદ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ રાજેશ ચુડાસમા તાલુકા પ્રમુખ હરદાશ સૌલંકી અને પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડ,  સહિત જિલ્લાભરના ભાજપના કાર્યકરો હાજર રહયાં હતાં. એક તરફ રાજયવાસીઓ કોરોનાના કહેર વચ્ચે દિવસો પસાર કરી રહયાં છે ત્યારે ભાજપના નેતાઓ ઉત્સવો ઉજવી રહયાં હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહયો છે. 

#BJP India #bjp gujarat #Gir somnath news #corona virus gujarat #Covid19 Gujarat #Corona Virus OutBreak #BJP leader cheer at festivals #Gir Somnath Festival News
Here are a few more articles:
Read the Next Article