વિશ્વના સૌથી મોટી ઉંમરના શૂટર દાદી ચંદ્રો તોમરનું કોરોનાથી નિધન

New Update
વિશ્વના સૌથી મોટી ઉંમરના શૂટર દાદી ચંદ્રો તોમરનું કોરોનાથી નિધન

કોરોના મહામારી એક બાદ એક જાણીતી હસ્તિઓને છીનવી રહી છે. શુક્રવારે 'શૂટર દાદી'ના નામથી જાણીતા શૂટર ચંદ્રો તોમરનું નિધન થયું. 26 એપ્રિલે 89 વર્ષના ચંદ્રો તોમર કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારથી મેરઠની મેડિકલ કોલેજમાં તેમની સારવાર ચાલી રહી હતી. શૂટર દાદીના નિધનથી તેમના ચાહકોમાં શોકની લાગણી પ્રચરી

publive-image

કોરોના પોઝિટિવ આવ્યા બાદ ચંદ્રો તોમરના ટ્વિટર પેજ પર આ વાતની જાણકારી આપવામાં આવી હતી. ટ્વિટર પેજ પર લખવામાં આવ્યું હતું, દાદી ચંદ્રો તોમર કોરોના પોઝિટિવ છે અને શ્વાસની મુશ્કેલીને કારણે હોસ્પિટલમાં દાખલ છે. ઈશ્વર બધાની રક્ષા કરે- પરિવાર. ટ્વિટર પર શૂટર દાદી કોરોના પોઝિટિવ આવવાની જાણકારી મળતા યૂઝર્સ તેમના જલદી સાજા થવાની કામના કરવા લાગ્યા હતા.

ચંદ્રો તોમરે જ્યારે શૂટિંગને અપનાવ્યુ ત્યારે તેમની ઉંમર 60 વર્ષથી વધુ હતી, પરંતુ ત્યારબાદ તેમણે ઘણી રાષ્ટ્રીય સ્પર્ધાઓ જીતી. તેમના પર એક ફિલ્મ પણ બનાવવામાં આવી હતી. તેમને વિશ્વના સૌથી મોટી ઉંમરના શૂટર માનવામાં આવતા હતા.

Latest Stories