ગુજરાત : ઇન્ડિયન એક્ઝિક્યુટિવ ઝોનમાં યાંત્રીક બોટો દ્વારા થતી માછીમારી ઉપર પ્રતિબંધ જાહેર કરાયો, જાણો શું છે કારણ..!

New Update
ગુજરાત : ઇન્ડિયન એક્ઝિક્યુટિવ ઝોનમાં યાંત્રીક બોટો દ્વારા થતી માછીમારી ઉપર પ્રતિબંધ જાહેર કરાયો, જાણો શું છે કારણ..!

ભારત સરકારના કૃષિ, પશુપાલન, ડેરી અને મત્સ ઉદ્યોગ, દિલ્હીના હુકમથી પ્રાદેશિક જળ વિસ્તારની બહાર ઇન્ડિયન એક્ઝિક્યુટિવ ઝોનમાં ફિશીંગ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં પશ્ચિમ દરીયાઇ કાંઠા વિસ્તાર માટે તા. ૩૧ જુલાઇ, ૨૦૨૧ સુધીનો સમયગાળો પ્રતિબંધિત રાખવામાં આવેલ છે. મત્સ્યોદ્યોગ કાયદા-૨૦૦૩માં ગુજરાત રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના જાહેરનામાંથી ફિશીંગ પ્રતિબંધના સમયગાળામાં ફેરફાર જાહેર કરવામાં આવેલ છે.

મત્સ્યોદ્યોગ કમિશ્નર, ગાંધીનગરના કચેરી હુકમના આદેશ અનુસાર, મત્સ્ય પ્રજનન અને સંવર્ધન સમય ધ્યાને લઇ રાજ્યના દરિયાઇ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં તા. ૩૧-૦૭-૨૦૨૧ સુધી યાંત્રીક બોટો દ્વારા થતી આંતરદેશિય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. રાજ્યમાં આ પ્રતિબંધમાંથી નોન મોટરાઇઝ્ડ ક્રાફ્ટ એટલે કે, લાકડાની બિન યાંત્રીક એક લકડી હોડી અને શઢવાળી હોડી તથા પગડીયા માછીમારોને બાકાત રાખવામાં આવે છે. આ આદેશનો ભંગ કરવા સામે ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા-૨૦૦૩ની કલમ–૬(૧)ના ભંગ બદલ કલમ – ૨૧/૧(ચ) મુજબ દંડને પાત્ર થશે. આ આદેશની તમામ માછીમાર જનતાને નોંધ લેવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, ભાવનગરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Latest Stories