ઓલાએ પોતાનું પહેલું ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરી દીધુ છે. કંપનીએ બન્ને વેરિએન્ટ S1 અને S1 Pro લોન્ચ કરી દીધા છે. ઓલાએ પોતાના ઈલેક્ટ્રિક સ્કૂટરની બૂકિંગ પહેલા જ ઓપન કરી દીધી હતી. જેને તમે ફક્ત 4999 રૂપિયામાં જ સરળતાથી બુક કરાવી શકો છો. ત્યાં જ Ola Electric Scooter S1ની એક્સ શોરૂમ કિંમત 99,999 રૂપિયા છે અને તેના S1 Pro વેરિએન્ટની કિંમત 129,999 રૂપિયા છે. સાથે જ ઘણી બેન્કો આ સ્કૂટરને EMI ઓપ્શન પર ખરીદવાની તક આપી રહ્યા છે. જેને તમે ફક્ત 2,999 રૂપિયાના EMI પર સરળતાથી ખરીદી શકો છો.

પાછલા થોડા દિવસો પહેલા જ ઘણા રાજ્યોએ ફેમ-2 સબ્સિટી આપવાની જાહેરાત કરી હતી. જેના કારણે તમને આ સ્કૂટર 10થી 15 હજાર રૂપિયા સુધી સસ્તુ મળી શકે છે. એવામાં જો તમે ગુજરાતમાં આ સ્કૂટર ખરીદવા માંગો છો તો અહીં તમને S1 વેરિએન્ટ ફક્ત 79,999 રૂપિયા અને S1 Pro વેરિએન્ટ 109,999 રૂપિયામાં મળશે.OLA Electric Scooter માં પહેલી વખત તમને ‘કીલેસ એક્સપીરિયન્સ મળશે’ મતલબ કે આ સ્કૂટરને વગર કોઈ ચાવીએ સ્માર્ટફોન પર એક એપ્લિકેશનની મદદથી સ્ટાર્ટ કરી શકાશે. કંપનીએ દાવો કર્યો છે કે સ્કૂટરને બેસ્ટ-ઈન-સેગમેન્ટ બૂટ સ્પેસ મળશે.

કોઈ પણ રાજ્યમાં આ સ્કૂટરની એક્સ શો રૂમ કિંમત 99,999 રૂપિયા છે. ત્યાં જ ઓલાએ પોતાના s1 ઈલેક્ટ્રિક સ્કૂટરનું PRO વર્જન પણ રાખ્યું છે જેની કિંમત 1.29 લાખ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે અમુક સમય પહેલા જ ઘણા રાજ્યની સરકારે ઈલેક્ટ્રિક વ્હીકલ્સ પર સબ્સિડીની જાહેરાત કરી હતી. ત્યાર બાદ ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરને માર્કેટમાં આવવામાં ઘણી મદદ મળી. તેની સાથે જ જો તમે પણ Ola S1 Electric Scooter ને ખરીદવા માંગો છો તો ફક્ત 499 રૂપિયા આપીને તેને બુક કરાવી શકો છો.