કોરોનાના સંક્રમણ સામે લોકજાગૃતિ માટે સરકાર અનેકવિધ કાર્યક્રમો કરી રહી છે, ત્યારે કોવિડ-19 સામે તકેદારી ન રાખતા લોકોને આકરો દંડ પણ કરાયો છે. જેમાં રાજ્યભરમાં માસ્ક ન પહેરનારા 23,64,420 લોકો પાસેથી અંદાજીત 116 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
કોરોનાને લઇ હાઇકોર્ટમાં થયેલી સુઓમુટો અરજી મામલે આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગાઈડલાઇનના નિયમોના પાલન મુદ્દે રાજ્ય સરકારે રિપોર્ટ રજૂ કર્યો હતો. કોરોના મામલે થયેલી અરજીમાં સરકાર તરફથી જવાબ રજૂ કરતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ સોગંધનામું રજૂ કર્યું હતું. જેમાં કોરોના એક વર્ષ જૂનો વાયરસ હોવાથી વાયરસને લગતી માહીતી સીમીત છે.
હાલ તો “સાવચેતી જ સલામતી”ના સૂત્રને અપનાવીને તમામ લોકોએ સરકારને સહકાર આપવો પડશે. જેમાં નિયમો અંગે રાજ્યમાં દરેક શહેરો અને તાલુકા મથકે લોકજાગૃતિ માટેના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રાજ્યમાં જે લોકો નિયમનો ભંગ કરે છે, તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. તકેદારી ન રાખતા લોકોને પણ આકરો દંડ કરાયો છે. રાજ્યમાં માસ્ક નહી પહેરનાર લોકો પાસેથી અંદાજિત 116 કરોડનો દંડ વસૂલાયો છે. જેમાં કુલ 23,64,420 લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. સરકારી મેડીકલ કોલેજમાં અભ્યાસ કરેલા તબીબોને સેવાના હુકમ કરાયા છે. જોકે 900 MBBS તબીબોને ગ્રામીણ વિસ્તારમાં સેવા કરવા હુકમ કરવામાં આવ્યો છે. MBBSના ત્રીજા અને ચોથા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને કામગીરી સોંપાઇ છે.