/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/06135031/168701977_902193260347613_5278952476352389066_n.jpg)
ગુજરાત રાજ્યમાં કોરોના સામે લડવા માટે વેક્સિનેશનની પ્રકિયા ઝડપી બનવવામાં આવી છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સમગ્ર રાજ્યમાં રસી લેનારા લોકોની સંખ્યા 75 લાખને પાર કરી ગઇ છે.
રાજ્યમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારા લોકોની સંખ્યા 67 લાખથી વધારે છે, જ્યારે બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા 8 લાખથી વધારે છે. જોકે ગત સોમવારે એક જ દિવસમાં 3 લાખથી વધારે લોકોને રસી આપવામાં આવી હતી. જે પાછલા દિવસો કરતા સૌથી વધુ હોવાનું સામે આવ્યું છે. તો સાથે જ રાજ્ય સરકારના 23 મંત્રીઓ પૈકી 19 મંત્રીઓએ વેક્સિન લઇ લીધી છે. હજુ સુધી રાજ્યમાં એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર થઇ નથી.
વાત કરીએ, અમદાવાદ શહેરની તો, અમદાવાદમાં 25 હજારથી વધુ લોકોને રસી અપાઇ હતી, જ્યારે સુરતમાં સૌથી વધારે 53 હજારથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી. સોથી ઓછું રસીકરણ ડાંગમાં 21 હજાર અને બોટાદમાં 41 હજાર લોકોને કરવામાં આવ્યું હતું. રાજ્યના 4 મહાનગર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે આ ચાર મહાનગરમાં મોટી સોસાયટી, રેસિડેન્સ વિસ્તાર અને ટાઉનશીપમાં પણ લોકોને વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે.