New Update
/connect-gujarat/media/media_files/2025/10/18/varsad-2025-10-18-20-33-24.jpg)
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ખુબ જ આઘાતજનક આગાહી કરવામાં આવી છે. આગાહી કરતા અંબાલાલ પટેલે મેઘરાજા નવુંવર્ષ પણ બગાડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાઈ છે. જે આગામી દિવસોમાં વધુ સક્રિય થઈને તોફાનમાં પણ પરિણમી શકે છે. જો આ તોફાન બને તો તેની સીધી જ અસર ગુજરાત અને આસપાસનાં રાજ્યોનાં વાતાવરણ પર પડશે. ગુજરાતનાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.
Latest Stories