દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા અમિત શાહ ગુજરાતના પ્રવાસે, નવા વર્ષના અવસરે કાર્યકર્તાઓ સાથે કરશે ખાસ મુલાકાત

 દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. નવા વર્ષના અવસરે તેઓ તેમના નિવાસસ્થાને ભાજપના કાર્યકર્તાઓ સાથે ખાસ

New Update
amit

 દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. નવા વર્ષના અવસરે તેઓ તેમના નિવાસસ્થાને ભાજપના કાર્યકર્તાઓ સાથે ખાસ મુલાકાત કરશે અને તેમને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે.

અમિત શાહ 22 ઓક્ટોબરના રોજ પોતાનો જન્મદિવસ પણ ઉજવશે. આ દિવસે પણ અનેક કાર્યકર્તાઓ અને સમર્થકો તેમના નિવાસસ્થાને પહોંચીને તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવશે. નવા વર્ષની શરૂઆત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પોતાના મતવિસ્તારના કાર્યકર્તાઓ સાથે કરશે.

તેમના જન્મદિવસ અને નવા વર્ષની શુભકામનાઓ આપવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. અમદાવાદમાં ભવ્ય આયોજનની તૈયારી કરવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન ગોઠવવામાં આવી છે.

Latest Stories