Connect Gujarat
ગુજરાત

બળદગાડામાં ડિલીવરી કરાવી ગારીયાધારના પચ્છેગામની મહિલા માટે દેવદૂત સાબિત થતી ૧૦૮ સેવા

બળદગાડામાં ડિલીવરી કરાવી ગારીયાધારના પચ્છેગામની મહિલા માટે દેવદૂત સાબિત થતી ૧૦૮ સેવા
X

ઇએમટી તથા પાયલોટની સમયસૂચકતાથી બાળકને સંજીવની મળી

ગુજરાત સરકારના માતા અને બાળ મરણ દર ઘટાડવાના ધ્યેયને ધ્યાનમાં રાખી ભાવનગર ૧૦૮ ની ટીમ ખૂબ જ સુંદર કામગીરી કરી રહી છે.ગુજરાત સરકાર અને E M R I GHS સંચાલિત ૧૦૮ ઈમરજન્સી સેવા સમગ્ર રાજ્યમાં અનેક વખત લોકોના જીવ બચાવી દેવદૂત સાબિત થઈ છે ત્યારે આ ઈમરજન્સી સેવાએ આજે ફરી એક વખત ગારીયાધારના પચ્છેગામની મહિલા માટે તથા બાળકનો જીવ બચાવી તેઓના પરિવાર માટે આશીર્વાદરૂપ બની છે.

મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાની ગારીયાધારના પચ્છેગામ પાડી વિસ્તારનો કેસ સવારે પાંચ વાગ્યામાં આવતા ૧૦૮ ની ટીમ ઘટનાસ્થળે પહોંચેલ દર્દી વાડી વિસ્તારમાં રહેતા હતા તેમજ વરસાદી વાતાવરણ હોઇ દર્દી શારદાબેન રમેશભાઈ બળદગાડામાં બેસીને સામે આવતા હતા ત્યાં અચાનક પ્રસૂતિની પીડા થતાં ૧૦૮ ના ઈ.એમ.ટી. શ્રી ડાભી અજયભાઈ અને પાયલોટ શ્રી ગોહિલ ચેતનસિંહે સામે સૂચકતા રાખી સમગ્ર પરિસ્થિતની ગંભીરતા ધ્યાને લઈ એમ્બ્યુલન્સના ઇ.એમ.ટી. એ ઉપરી અધિકારીઓનો ટેલીફોનિક સંપર્ક કરી માર્ગદર્શન મેળવ્યું હતું અને રોડ પર જ એમ્બુલન્સની સાઇડની ફોક્સ ગાઈટ શરૂ કરીને બળદગાડામાં જ ડિલીવરી કરાવી હતી.

ડિલીવરી બાદ દર્દીને ચક્કર-ધૂજારી હોવાથી ઇ.એમ.ટી. શ્રી અજય ભાઈએ તાત્કાલીક હેડ ઓફિસ પર રહેલ ડોક્ટરની સલાહ લઈને ઓકસીજન, ઇન્જેક્શન, પ્રવાહિ બોટલ વગેરે સારવાર શરૂ કરી સરકારી હોસ્પીટલ ગારીયાધાર લઈ જવામાં આવ્યા હતા આમ, માતા તથા બાળકનો જીવ બચાવીને દેવદૂત સાબિત થઈ હતી.

૧૦૮ ની ટીમની સરાહનીય કામગીરી બદલ દર્દીના સગાવ્હાલા તથા ખેડૂતભાઈ એ ૧૦૮ ની ટીમનો આભાર માનેલ હતો.

Next Story