Connect Gujarat
ગુજરાત

રાજ્યના 12 IPS અધિકારીની બદલીનો ગંજીફો ચિપાયો, વાંચો સમગ્ર લિસ્ટ

રાજ્યમાં લોકસભા મતદાન પહેલાં જ વેઇટિંગ ફોર પોસ્ટિંગ પર રહેલા 12 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી

રાજ્યના 12 IPS અધિકારીની બદલીનો ગંજીફો ચિપાયો, વાંચો સમગ્ર લિસ્ટ
X

ગુજરાતમાં થોડા સમય પહેલાં IPS અધિકારીઓની બદલીના હુકમ થયા બાદ હવે ઘણી જગ્યાએ વેટિંગ ફોર પોસ્ટિંગ અને ઇન્ચાર્જમાં પોસ્ટ ચાલતી હતી તેને પણ ચૂંટણી પંચે છેલ્લી મહોર લગાવીને પોસ્ટિંગ આપી દીધી છે. અમદાવાદ શહેરની ત્રણ પોસ્ટ જેમાં ઝોન વન, સેક્ટર વન અને ડીસીપી ક્રાઈમ ઇન્ચાર્જમાં ચાલતી હતી જેને ભરી દેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં શરદ સિંગલ જે વેઇટિંગ ફોર પોસ્ટિંગ હતા તેમને ક્રાઈમ બ્રાન્ચમાં જોઇન્ટ પોલીસ કમિશનર બનાવ્યા છે. જ્યારે સાયબર ક્રાઇમના ડીજીપી અજીત રાજ્યાણને ડીસીપી ક્રાઈમ તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. સેક્ટર વનની ખાલી પડેલી પોસ્ટ હવે નીરજ બડગુજરને સોંપવામાં આવી છે.

12 અધિકારીઓની બદલી અને નિમણૂંક

1. પોસ્ટિંગની રાહમાં રહેલા ગગનદીપ ગંભીરની IGP(એડમિનિસ્ટ્રેટિવ)તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

2. રાઘવેન્દ્ર વત્સની સુરત શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર(ક્રાઈમ) તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

3. શરદસિંઘલને અમદાવાદ શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર(ક્રાઇમ) તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

4. નિરજ બડગુજરની અમદાવાદ શહેરમાં એસીપી ક્રાઈમ તરીકે બદલી કરવામાં આવી છે.

5. ચૈતન્ય માંડલિકને સીઆઈડી ક્રાઇમ(ગાંધીનગર)ના એસ.પી.તરીકે મૂકવામાં આવ્યા છે.

6. મનીષસિંઘની મોટર ટ્રાન્સપોર્ટના એસપી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

7. ઉષા રાડાની SRPF, ગ્રૂપ-6(મુડેટી,સાબરકાંઠા)ના કમાન્ડન્ટ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

8. અજીત રાજ્યાનની અમદાવાદ શહેરના સાયબર ક્રાઇમના ડીસીપી તરીકે બદલી કરવામાં આવી છે.

9. ડો.લવિનાસિન્હાની અમદાવાદ શહેરના સાયબર ક્રાઇમના ડીસીપી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

10. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ-1ના એસપી હિમાંશુ વર્માની અમદાવાદ શહેરના ઝોન-1 ડીસીપી તરીકે બદલી કરવામાં આવી છે.

11. સ્ટેટ પોલીસ સર્વિસના રૂપલ સોલંકીની ડીજી ઓફિસમાં સ્ટાફ ઓફિસર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

12. સ્ટેટ પોલીસ સર્વિસના ભારતી જે. પંડ્યાની ગાંધીનગર ખાતે ટેકનિકલ સર્વિસમાં એસ.પી.તરીકે નિમણૂંક કરવામાં આવી છે.


Next Story