રાજ્યમાં આજે કોરોનાના નવા 121 કેસ નોંધાયા, સૌથી વધુ અમદાવાદ શહેરમાં 49 કેસ નોંધાયા
BY Connect Gujarat Desk17 March 2023 3:19 PM GMT

X
Connect Gujarat Desk17 March 2023 3:19 PM GMT
આજેરાજ્યમાં કોરોનાના નવા 121 કેસ નોંધાયા છે. જે બાદ રાજ્યમાં કોરોનાનાં કુલ 521 એક્ટિવ કેસ થઈ ગયા છે. તો બીજી તરફ કોરોનાના 3 દર્દી વેન્ટિલેટર પર છે. કેસની વાત કરીએ તો, સોથી વધુ કેસ અમદાવાદ શહેરમાં 49 નોંધાયા છે. જ્યારે રાજકોટ અને સુરત શહેરમાં 12-12 કેસ નોંધાયા છે. મહેસાણામાં 11 કેસ નોંધાયા છે જ્યારે સાબરકાંઠામાં 6 કેસ નોંધાયા છે.
સુરત શહેરમાં નવા 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ માર્ચ મહિનામાં કુલ 47 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સુરતમાં હાલ 39 એક્ટિવ કેસ છે. બે દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. આજે 32 લોકોનું કોવિડ રસીકરણ કરવામાં આવ્યું હતું.
Next Story