ગુજરાત રાજ્યમાં “નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ” હેઠળ 1.54 કરોડ પશુઓનું રસીકરણ કરાયું : ઋષિકેશ પટેલ

Featured | સમાચાર , ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુમાં અબોલ પશુઓને રોગચાળાથી રક્ષણ આપવા 1.54 કરોડ પશુઓનું રસીકરણ કરાયું છે.પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,

New Update

પશુઓને રોગચાળાથી રક્ષણ આપવા સરકાર કટિબદ્ધ

નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ કાર્યક્રમ

રાજ્યમાં 1.54 કરોડ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું

લમ્પી રોગથી રક્ષિત કરવા 62 લાખ પશુઓનું રસીકરણ

2.57 કરોડ પશુઓનું ઈયર ટેગિંગ કરીને ઓળખ અપાય

 પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલેગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુમાં અબોલ પશુઓને રોગચાળાથી રક્ષણ આપવા 1.54 કરોડ પશુઓનું રસીકરણ કરાયું છે. જણાવ્યું હતું કેભારત સરકારની 100 ટકા સહાયથી રાજ્યમાં નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ” અમલમાં છે.

આ પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યના પશુઓને ખરવા-મોવાસાબૃસેલ્લોસિસ (ચેપી ગર્ભપાત)લમ્પી સ્કીન ડીસીઝગળસૂંઢો અને ઘેટાં-બકરાંમાં પી.પી.આર જેવા રોગ સામે રસીકરણ કરી રક્ષિત કરવામાં આવે છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કેરાજ્યમાં આજદિન સુધીમાં કુલ 5.53 લાખ પશુઓનું બૃસેલ્લોસિસ રસીકરણ62 લાખ પશુઓનું લમ્પી સ્કીન ડીસીઝ સામે રસીકરણ44 લાખ ઘેટાં-બકરાંનું પી.પી.આર. રોગ સામે રક્ષિત કરવા રસીકરણ1.66 લાખ પશુઓને ગળસૂંઢો માટેની રસી તથા 1.54 કરોડ પશુઓનું ખરવા-મોવાસા સામે રસીકરણ કરવામાં આવ્યું હતું.

Here are a few more articles:
Read the Next Article