Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં ચૂંટણી પહેલા વધુ 17 IPS અધિકારીઓની કરાઇ બદલી

રાજ્યમાં ચૂંટણા પહેલા ઘણા વિભાગોમાં સરકાર દ્વારા બદલી કરવામાં આવી

ગુજરાતમાં ચૂંટણી પહેલા વધુ 17 IPS અધિકારીઓની કરાઇ બદલી
X

• રાજકુમાર પાંડિયનની રેલવેમાં ડેપ્યુટી જનરલ ઓફ પોલીસ રેલેવમાં બદલી

• ખુર્શીદ અહેમદની ગાંધીનગરમાં પ્લાનિંગ ઓફ મોનિટરાઈઝેશનમાં બદલી

• અજય ચૌધરીની સ્પે.બ્રાંચમાં એડિશનલ પોલીસ ઓફ કમિશ્નર તરીકે બદલી

• મયંક ચાવડાની જૂનાગઢ રેંજ આઈજી તરીકે થઈ બદલી

• ભાવનગર રેંજ આઈજી અશોક યાદવની રાજકોટમાં આઈજીપી તરીકે થઈ બદલી

• સંદીપસિંહની વડોદરાના આઈજીપી તરીકે થઈ બદલી

• ગૌતમ પરમારની ભાવનગર રેંજ આઈજી તરીકે થઈ બદલી

• ડી.એચ.પરમારની અમદાવાદ રક્ષા યુનિવર્સિટીમાં થઈ બદલી

• એમ.એસ.ભરાડાની અમદાવાદ સેક્ટર-2 તરીકે થઈ બદલી

• ચિરાગ કોરડિયાની પંચમહાલ ગોધરા રેંજ આઈજી તરીકે થઈ બદલી

• મનોજ નિનામાની વડોદરામાં ક્રાઈમ એન્ડ ટ્રાફિક ડિપાર્ટમેંટમાં થઈ બદલી

• એ.જી.ચૌહાણની અમદાવાદ સિટીમાં એડિશનલ કમિશ્નર ઓફ ટ્રાફિક તરીકે થઈ બદલી

• કે.એન.ડામોરની સુરતમાં એડિશનલ સેક્ટર-2 તરીકે થઈ બદલી

• નિરજ બડગુર્જરની સેક્ટર-1 અમદાવાદ તરીકે થઈ બદલી

ભારતના ચૂંટણી પંચે શનિવારે ગુજરાતના સચિવ અને ડીજીપીને નોટિસ પાઠવી હતી. ચૂંટી પંચે કમિશન દ્વારા નિર્ધારીત શતો હેઠળ બદલી પોસ્ટિંગ સંબધિત અહેવાલ ફાઇલ ન કરવાના કારણે નોટિસ મોકલીને રિપોર્ટ માંગ્યો હતો. વિગતો મુજબ અધિકારીઓની સ્થિતિ સ્પષ્ટ કરવા કહેવાયું હતું કે આ મામલે નિર્દેશો જારી કરવા છતાં સમય મર્યાદા પૂરી થવા છતાં અહેવાલ શા માટે સબમિટ નથી કરવામાં આવ્યો. કેન્દ્રીય ચૂંટણી પંચે હિમાચલ અને ગુજરાત સરકારને ગૃહ જિલ્લામાં પોસ્ટ કરાયેલા અધિકારીઓ અને છેલ્લા ચાર વર્ષથી સતત એક જિલ્લામાં ત્રણ વર્ષ પસાર કર્યા તેવા અધિકારીઓની બદલીનો નિર્દેશ આપ્યો હતો.

રાજ્યમાં ચૂંટણા પહેલા ઘણા વિભાગોમાં સરકાર દ્વારા બદલી કરવામાં આવી છે. તાજેતરમાં 76 ડીવાયએસપીની બદલી કરાઈ હતી. 24 મામલતદાર કક્ષાના અધિકારીઓની પણ બદલી થઈ હતી. આ પહેલા મહેસૂલ વિભાગના 7 ડેપ્યુટી કલેકટરની બદલીનો આદેશ અપાયો હતો.

Next Story