Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં કોરોનાના 212 પોઝીટિવ કેસ નોંધાયા, 392 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

રાજ્યમાં કોરોનાના 212 પોઝીટિવ કેસ નોંધાયા, 392 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
X

ગુજરાતમાં કોરોનાનો સામાન્ય વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ રોજિંદા કેસ 200થી 300 વચ્ચે આવી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાના રોજિંદા સંક્રમિત દર્દીઓમાં સામાન્ય વધઘટ જોવા મળી રહ્યો છે. તેમજ કોરોનાને લઈ વહીવટી તંત્ર પણ સજાગ અને સજ્જ બન્યું છે તેમજ હોસ્પિટલમાં મોક ડ્રિલનું પણ આયોજન કરાઈ રહ્યું છે. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના 212 પોઝીટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમા 212 કેસ નોંધાયા છે. અમદાવાદમા 78 કેસ તેમજ વડોદરામાં 32 સુરતમાં 23 કેસ નોંધાયા છે જ્યારે ગાંધીનગરમાં 19 કેસ નોંધાયા છે. મોરબીમાં 11 તેમજ મહેસાણામાં 9 કેસ નોંધાયા છે. આણંદમાં 6 અને બનાસકાંઠામાં 5 કેસ નોંધાયા છે. વલસાડમાં 5 તેમજ કચ્છમં 4 અને અમરેલીમાં 3 કેસ નોંધાયા છે.ભરૂચમાં 3 અને રાજકોટમાં 3 સાબરકાંઠામાં 3 કેસ નોંધાયા છે તેમજ અમદાવાદમાં એક દર્દીનું કોરોનાથી મોત થયું છે.

ગુજરાતમાં આજે કોરોનાના 212 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.99 ટકા નોંધાયો છે. તેમજ આજે 392 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 1932 કોરોનાના એક્ટિવ કેસ છે.

Next Story