ગુજરાત એટીએસના ડીવાયએસપી ભાવેશ રોજીયાની બાતમીના આધારે તાજેતરમાં એટીએસ અને કોસ્ટગાર્ડની ટુકડીએ કવાયત હાથ ધરીને કચ્છના જખૌ પાસે આવેલા દરિયામાંથી 280 કરોડ રૂપિયાની કિંમતનું 56 કિલો હેરોઇન ડ્રગ્સ પકડી પાડ્યું હતું.જે કેસના આરોપીઓને આજે ભુજ કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેઓના 9 દિવસના રિમાન્ડ મંજુર થયા છે..
પાકિસ્તાનના કરાચી બંદરથી ડ્રગ્સ લઈને આવેલા આ શખ્સો કચ્છનાં માર્ગે માલ લાવીને આ ડ્રગ્સ ઉત્તર ભારતમાં સપ્લાય કરવાના હતા.એજન્સીઓએ જોઈને આરોપીઓએ ડ્રગ્સના પેકેટ દરિયામાં નાખવાનો અને ભાગી જવાનો પ્રયાસ કર્યો હોવાથી ગોળીબાર કરવામાં આવ્યો હતો॰ જેમા 3 જેટલા પાકિસ્તાની ઘવાયા હતા. જે પૈકી 2 રિકવર થઈ જતા કુલ 8 માછીમારોને આજે ભુજની એનડીપીએસ કોર્ટમાં 14 દિવસના રીમાન્ડની માંગ સાથે એટીએસ દ્વારા રજૂ કરવામાં આવતા કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.આરોપીઓને અમદાવાદ એટીએસ કચેરીએ લઈ જઈ ડ્રગ્સ મોકલનાર મુસ્તફાના નેટવર્ક સહિત સ્થાનિકે માલની ડિલિવરી લેવા આવનાર શખ્સનું નામ ઓકાવવામાં આવશે.