Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : તલોદ પાસેથી LCBએ આઠ પેટી વિદેશી દારૂ સાથે 2 પોલીસ કોન્સ્ટેબલ સહીત 3 ઝડપી પાડયા

સાબરકાંઠા : તલોદ પાસેથી LCBએ આઠ પેટી વિદેશી દારૂ સાથે 2 પોલીસ કોન્સ્ટેબલ સહીત 3 ઝડપી પાડયા
X

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રણાસણ પાસેથી એલસીબીએ સ્કોર્પિયોમાંથી વિદેશી દારૂની આઠ પેટી સાથે ત્રણને ઝડપી લીધા હતા. તલોદ પોલીસ સ્ટેશનમાં અરવલ્લીના બે પોલીસ કોન્સ્ટેબલ સહીત પાંચ સામે ગુનો નોંધીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.અલગ અલગ બ્રાંડની 8 વિદેશી દારૂની પેટી મળી હતી.

આ અંગેની એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એન.એન.રબારીએ જણાવ્યું હતું કે, એલસીબી પીએસઆઈ એલ.પી.રાણા અને સ્ટાફ તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા. દરમિયાન રણાસણ નજીક રોડ પર નંબર વગરની સ્કોર્પિયોની તપાસ કરી હતી. જેમાંથી અલગ અલગ બ્રાંડની 8 વિદેશી દારૂની પેટી મળી આવી હતી. જેને લઈને પોલીસે સ્કોર્પિઓના ચાલક બાયડના લીમ્બ ગામના અને અરવલ્લી પોલીસ હેડક્વાર્ટસમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રોહિતસિંહ જગતસિંહ ચૌહાણ સાથે લીમ્બ ગામના તેમના મિત્ર યોગેશ ખોડાભાઈ પટેલ અને પ્રવીણસિંહ ચૌહાણ ત્રણ ઝડપાયા હતા.34,600 નો વિદેશી દારૂ ઝડપાયો

ત્યારબાદ પૂછપરછ કરતા અરવલ્લી પોલીસ હેડક્વાર્ટસના પોલીસ કોન્સ્ટેબલ વિજય સનાજી પરમારે પોલીસ કોન્સ્ટેબલ રોહિતસિંહ ચૌહાણને વિદેશી દારૂની આઠ પેટી આપી હતી. જેને લઈને સ્કોર્પિયોમાં મિત્રો સાથે ગાંધીનગરના હાલીસા ગામમાં કિસન ગોસ્વામીને આપવાની હતી. જેને લઈને પોલીસે રૂપિયા 34,600 નો વિદેશી દારૂ અને 5 લાખની સ્કોર્પિયો મળી 5 લાખ 34 હજાર 600 નો મુદ્દામાલ કબજે લઈને તલોદ પોલીસને સોપ્યો હતો.આરોપીને કોર્ટમાં રજૂ કરાયા

પોલીસ કોન્સ્ટેબલ વિજય સનાજી પરમાર, પોલીસ કોન્સ્ટેબલ રોહિતસિંહ જગતસિંહ ચૌહાણ, યોગેશભાઈ ખોડાભાઈ પટેલ, પ્રવીણસિંહ ચૌહાણને ઝડપી લઈને પાંચ સામે ગુનો નોધી એલસીબીએ ઝડપાયેલા ચારેયને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Next Story