રાજ્યના નવા ડીજીપી માટે ૩ નામો કેન્દ્રમાં મોકલાશે,સંજય શ્રીવાસ્તવનું નામ મોખરે

New Update
રાજ્યના નવા ડીજીપી માટે ૩ નામો કેન્દ્રમાં મોકલાશે,સંજય શ્રીવાસ્તવનું નામ મોખરે

ગુજરાત રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાની વયનિવૃત્તિ બાદ સરકાર દ્વારા તેમનો કાર્યકાળ લંબાવાયો હતો. ત્યારે આગામી નવા DGP કોણ હશે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. રાજ્યના નવા ડીજીપી તરીકે 1987 બેચના IPS અધિકારી અને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.

રાજ્યના નવા ડીજીપી તરીકે સંજય શ્રીવાસ્તવ સાથે અતુલ કરવાલ, વિકાસ સહાય, અજય તોમર અને અનિલ પ્રથમનું નામ પણ ચર્ચામાં છે. નવા DGP માટે ત્રણ નામોની યાદી કેન્દ્ર માં મોકલવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મહિનાના અંત સુધીમાં ગુજરાતના નવા પોલીસ વડાનું નામ જાહેર થઈ શકે છે. મહત્વનું છે કે, 31 જુલાઈ 2020ના રોજ ગુજરાત રાજ્યના પોલીસ વડા પદેથી શિવાનંદ ઝાની નિવૃત્તિ બાદ તેમના સ્થાને 1985ની બેચના આશિષ ભાટિયાની નિમણૂક કરાઈ હતી. 1985ની બેચના આશિષ ભાટિયાનો કાર્યકાળ 31 મેના રોજ પૂર્ણ થવાનો હતો, જોકે તેમનો કાર્યકાળ લંબાવવાના ગુજરાત સરકારના પ્રસ્તાવ પર સ્વીકૃતિ મળતાં આશિષ ભાટિયાનો કાર્યકાળ લંબાવાયો હતો. આશિષ ભાટિયાનો વધારવામાં આવેલો કાર્યકાળ પણ હવે પૂર્ણતાને આરે છે. ત્યારે ગુજરાતના આગામી રાજ્ય પોલીસ વડા કોણ બનશે એની ચર્ચા પોલીસબેડામાં શરૂ થઈ ગઈ છે

Latest Stories