Connect Gujarat
ગુજરાત

ટ્રેનિંગ પૂર્ણ થતાં બિનહથિયારી 31 PIને અપાઈ નિમણૂક,જુઓ લિસ્ટ

વર્ગ-2ની જગ્યા પર પસંદગી પામેલ ઉમેદવારોને પાયાની તાલીમ માટે ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે મોકલવામાં આવેલા હતા

ટ્રેનિંગ પૂર્ણ થતાં બિનહથિયારી 31 PIને અપાઈ નિમણૂક,જુઓ લિસ્ટ
X

ફિલ્ડ તાલીમ મેળવી રહેલા 31 પોલીસ ઈન્સ્પેક્ટરની નિમણૂંક કરાઈ છે. અત્રે જણાવીએ કે, ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાત ક્રમાંક 38/2017-18 અને જાહેરાત ક્રમાંક112/2018-19 અન્વયે સીધી ભરતીથી પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી), વર્ગ-2ની જગ્યા પર પસંદગી પામેલ ઉમેદવારોને પાયાની તાલીમ માટે ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે મોકલવામાં આવેલા હતા. જે તાલીમાર્થી પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી)ઓની ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે 1 વર્ષની તાલીમ પૂર્ણ થતા તેમને ફિલ્ડ તાલીમ અર્થે જિલ્લા ફાળવણી કરવામાં આવી હતી.


31 પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી)ઓની તાલીમનો (27 માસનો) સમયગાળાની તાલીમ પૂર્ણ થયવાથી તેમને પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી), વર્ગ-2 સંવર્ગના ન્યુનત્તમ પગાર ધોરણમાં તેમને નિમણૂંક આપવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં ગીતાબેન મોતીભાઈ ચૌધરીને અમદાવાદ શહેર ખાતે નિમણૂંક અપાઈ છે. જ્યારે ભાગ્યેશ્વરીબા ધર્મેન્દ્રસિંહ ઝાલાને અમદાવા શહેરમાં નિમણૂંક આપાઈ છે

Next Story