/connect-gujarat/media/post_banners/1c32714f56d148c71b733b063296b5ac60bba7a19087d4d54a31e11ae533571e.jpg)
રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાવાનો સીલસીલો યથાવત છે. આજે ફરી કચ્છ વિસ્તારમાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. કચ્છના ગાંધીધામ નજીકથી ડ્રગ્સ ઝડપાયું છે. મીઠી રોહર નજીક ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી છે. કરોડો રૂપિયાનો બિનવારસુ ડ્રગ્સનો જથ્થો પોલીસે કબ્જે કર્યો છે.
પુર્વ કચ્છ પોલીસની સંયુક્ત કામગીરીથી ડ્રગ્સ પકડાયું છે. પ્રાથમિક તપાસમાં 80 KG જેટલા જથ્થાની કિંમત 800 કરોડની આસપાસ હોવાની વાત સામે આવી છે. FSLની મદદથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડ્રગ્સ ઉતારવાની બાતમી આધારે પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું. અત્યારે બિનવારસી જથ્થો કબ્જે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે કચ્છમાંથી ડ્રગ્સ ઝડપાયું હોય. આ પહેલા પણ કચ્છમાંથી ડ્રગ્સ મળતું રહ્યું છે. જોકે, પોલીસની સતર્કતાથી અનેક વખત મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઘણી વખત દરિયા કિનારે આવા માદક પદાર્થોના પેકેટ પોલીસને પેટ્રોલીંગ દરમિયાન મળી આવે છે.