પંચમહાલ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા 10 પેઢીઓને 2.35 લાખનો દંડ ફટકારાયો

New Update
પંચમહાલ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા 10 પેઢીઓને 2.35 લાખનો દંડ ફટકારાયો

પંચમહાલ જિલ્લામાં ખાદ્ય-ચીજોનો વ્યવસાય કરતા વેપારીઓ, પેઢીઓ દ્વારા ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી હલકી કક્ષા અને મીસબ્રાન્ડેડ પ્રોડક્ટસનું વેચાણ કરતા હોવાના કિસ્સા સમયાંતરે તપાસ દરમ્યાન જોવા મળતા પંચમહાલ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગોધરાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ખાદ્યચીજોના શંકાસ્પદ નમુનાઓ રાજ્યની ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

જેમાંથી ૧૦ ખાદ્ય ચીજો સબસ્ટાન્ડર્ડ અને મીસબ્રાન્ડ રિપોર્ટ જાહેર થયેલ હતા. આથી નાગરીકોના આરોગ્ય સાથે ચેડા કરનાર દુકાનદારો, પેઢીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ પંચમહાલ જિલ્લાના ડેઝીગ્નેટેડ ઓફિસરની મંજુરી આદેશના આધારે એડજ્યુડીકેટીગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરશ્રી, ગોધરાની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જે કેસો ચાલતા દંડનીય કાર્યવાહીના ભાગરુપે અત્રેના જિલ્લાની કુલ-૧૦ પેઢીઓના નમુના સબસ્ટાન્ડર્ડ અને મીસબ્રાંડેડ જાહેર થયેલ હોય નિવાસી અધિક કલેકટરએ તમામ પેઢીઓને કુલ મળી રુપિયા ૨.૩૫ લાખની રકમનો દંડ કરવામાં આવેલ છે.

Latest Stories