Connect Gujarat
ગુજરાત

ખેડા જિલ્લા કોર્ટ ખાતે કુલ આસિસ્ટન્ટ ગવર્નમેન્ટ પ્લીડર-એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની ભરતી માટે પેનલ રચાશે...

ખેડા જિલ્લા કોર્ટ ખાતે કુલ આસિસ્ટન્ટ ગવર્નમેન્ટ પ્લીડર-એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની ભરતી માટે પેનલ રચાશે...
X

કાયદા વિભાગના પરિપત્ર ક્રમાંક: પરચ / ૧૦૨૦૨૩ / ૧૦૮ / હ, તા.૧૦/૦૫/ અનુસાર રાજ્ય સરકારએ ખેડા જિલ્લા કોર્ટ ખાતે કુલ ૦૮(આઠ) આસિસ્ટન્ટ ગવર્નમેન્ટ પ્લીડર અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની જગ્યા ભરવા માટે પેનલની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ખેડા જિલ્લામાં જિલ્લા ન્યાયાલય ખાતેની કોર્ટમાં ૦૮ (આઠ) આસિસ્ટન્ટ ગવર્નમેન્ટ પ્લીડર અને એડિશનલ પબ્લિક પ્રોસિકયુટરની જગ્યા ભરવા માટે સને- ૧૯૭૩ ના ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-૨૪(૪) મુજબ તથા સરકારના કાયદા વિષયક કાર્યના સંચાલન, નિયમો, ૨૦૦૯ના નિયમ-૫(૨) મુજબ પેનલ તૈયાર કરવાની થાય છે. જેના માટે કાયદા અધિકારી (નિમણૂક અને સેવાની શરતો) અને સરકારના કાયદા વિષયક કાર્યના સંચાલન નિયમો, ૨૦૦૯ના નિયમ-પ(૨) થી ઠરાવેલ જોગવાઈ અનુસાર નીચે જણાવ્યા મુજબની લાયકાત ધરાવતા કાયદાના સ્નાતક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

જિલ્લા કોર્ટમાં એડવોકેટ તરીકે ઓછામાં ઓછા સાત વર્ષથી સક્રિય હોય, તેઓ ૫૫ (પંચાવન) વર્ષથી વધુ ઉંમરના ન હોય અને તેઓ પોતાની નિમણૂકના ઓછામાં ઓછા ત્રણ વર્ષ પૂર્વેની મુદત માટે આવકવેરા કરદાતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે. આ જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા ઉમેદવારોએ કલેકટર કચેરીની વેબસાઈટ https://collectorkheda.gujarat.gov.in પરથી ઉમેદવારી ફોર્મ ડાઉનલોડ કરી સંપૂર્ણ વિગતો ભરીને જન્મતારીખ, અનુભવ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ તથા છેલ્લા ત્રણ વર્ષના આવકવેરાના રીટર્ન સામેલ રાખીને અરજી ફોર્મ રજીસ્ટર્ડ પો.એડી. દ્વારા જ જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરીએ મોડામાં મોડા તા. ૨૨/૦૮/૨૦૨૩ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. અધુરી વિગતવાળી અરજી તેમજ નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ વિચારણામાં લેવામાં નહીં આવી શકે. ઉકત ઉમેદવારોની પસંદગી બાદ ઉકત જગ્યા ઉપર નિમણૂક પામનાર ઉમેદવારને ધી ગુજરાત લો ઓફીસર્સ એપોઈન્ટમેન્ટ એન્ડ કન્ડિશન ઓફ સર્વિસ રૂલ્સ-૨૦૦૯ મુજબ ફી તેમજ અન્ય ભથ્થા મળશે. ઉમેદવારોને આ બાબતે જયારે ઈન્ટરવ્યુમાં બોલાવવામાં આવે ત્યારે તેઓએ પોતાના ખર્ચે અસલ પ્રમાણપત્રો સાથે નિયત તારીખ, સમય અને સ્થળે હાજર રહેવાનું રહેશે તેમ જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એલ.બચાણીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Next Story