/connect-gujarat/media/post_banners/45173f6313173682f3bc0a5ee8071d94c167273bfae021a4c699e59181c8b548.jpg)
કૃષ્ણ જન્મોત્સવના મહાપર્વ જન્માષ્ટમી પર્વ શ્રૃંખલાની ઉજવણી શરૂ થઈ ચૂકી છે અને એક બાદ એક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શુક્રવારે જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવા લોકો ઉત્સાહભેર તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યાં છે. ત્યારે શારીરિક સ્વાસ્થ્ય અને પારિવારિક શાંતિ-પ્રગતિનું પર્વ એટલે શીતળા સાતમની આજરોજ ભાવનગર શહેર જિલ્લામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી,
સમગ્ર ગોહિલવાડ જન્માષ્ટમી મહાપર્વોની હારમાળાની ઉજવણીમાં ઓતપ્રોત બન્યું છે. ત્યારે પ્રથમ નાગપંચમી, રાંધણ છઠ્ઠ પર્વની ઉજવણી કર્યા બાદ આજરોજ ચોસઠ જોગણી પૈકી એક એવી દૈવી માં શીતળાનું પર્વ શીતળા સાતમની આજરોજ શ્રદ્ધા અને ભક્તિ સાથે સમગ્ર ગોહિલવાડ પંથકમાં ઉજવણી કરવામાં આવી હતી, ભાવનગર શહેરના ઘોઘા રોડપર રાજાશાહી કાળથી ભવ્ય મંદિરમાં શીતળા માતાનું સાનિધ્ય સોહાયમાન છે સેંકડો વર્ષોથી લાખ્ખો લોકોના આસ્થાનું કેન્દ્ર બનેલાં આ મંદિર ખાતે દર વર્ષે શ્રાવણવદ સાતમ - શિતળા સાતમના દિવસે માં નો પ્રાગટ્ય દિન ઉજવવામાં આવે છે.
અહીં વહેલી સવારે વિશેષ પૂજા-અર્ચના સાથે માતાને "ટાઢા" ભોજનનો નૈવેદ્ય ધરવામાં આવે છે તથા દુર દૂર થી સેંકડો માઈ ભક્તો માઁ ના દર્શને પધારે છે શિતળા સાતમ પર્વની ઉજવણી લોકો ધામધૂમથી કરવામાં આવી હતી, દરેક ઘરોમાં રાંધણ છઠના દિવસે બનાવવામાં આવેલ ભોજન આરોગવામા આવે છે મહિલાઓ નજીકના અંતરે આવેલ શીતળા માતા ના મંદિરે ઘઉંના લોટની કુલેર નો પ્રસાદ ચડાવશે તથા સુરભિક્ષ ની કામનાઓ કરે છે, ત્યારે કહી શકાય શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સાથે પારિવારિક શાંતિ અને ઉન્નતિ નું મહાપર્વ "શીતળા સાતમ" ની ઉજવણી કરાઈ મહિલાઓ દ્વારા શીતળા માતાની પંચષોડોપ્ચાર પૂજા-અર્ચના સાથે "ટાઢું" ભોજન આરોગવાની રસમ અકબંધ