Connect Gujarat
ગુજરાત

મીની રાજઘાટ તરીકે ઓળખાતા અરવલ્લીના મહાદેવ ગ્રામ સ્થિત ગાંધી સ્મારક ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો...

મીની રાજઘાટ તરીકે ઓળખાતા અરવલ્લી જિલ્લાના મહાદેવ ગ્રામ બાકરોલ સ્થિત પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્મારક ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

X

મીની રાજઘાટ તરીકે ઓળખાતું મહાદેવ ગ્રામ બાકરોલ

ગાંધી સ્મારક ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું

પૂર્વ સાંસદ સહિતના આગેવાનો શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

આજે ગાંધી જયંતિ છે, ત્યારે મીની રાજઘાટ તરીકે ઓળખાતા અરવલ્લી જિલ્લાના મહાદેવ ગ્રામ બાકરોલ સ્થિત પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્મારક ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય મહાત્મા ગાંધી બાપૂની જન્મ જ્યંતિ નિમિત્તે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા સહિત આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં મહાદેવ ગ્રામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં મીની રાજઘાટ તરીકે ઓળખાતા અરવલ્લી જિલ્લાના મહાદેવ ગ્રામ બાકરોલ સ્થિત પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્મારક ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

ખાસ કરીને શાળાના બાળકો અહીં આવી બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કરી સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પૂર્વ સાંસદ સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે, મહાત્મા ગાંધીના નિધન બાદ ગૌરી શંકર જોષી દ્વારા બાપુની અસ્થિઓને દિલ્હીથી અમદાવાદ અને અમદાવાદથી મહાદેવ ગ્રામ ખાતે ખાસ ઉંટની સવારી ઉપર અહીં લાવવામાં આવી હતી, જ્યાં ઝૂમણ અને મેશ્વો નદીનો સંગમ હોવાથી બાપુની અસ્થિઓનું અહીં વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અહીં બાપુની યાદમાં નાની ડેરી બનાવવામાં આવી હતી, જે આજે આ વિસ્તારમાં મિનિ રાજઘાટ તરીકે ઓળખાય છે.

Next Story