Connect Gujarat
ગુજરાત

હવામાન વિભાગની આગાહી, આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થશે.

હવામાન વિભાગની આગાહી, આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થશે.
X

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થશે.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થશે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં ત્રણથી 4 ડિગ્રીનો વધારો થતાં અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જઇ શકે છે. પૂર્વ અને ઉત્તર-પૂર્વના કેટલાક ભાગો, ઉત્તર-પશ્ચિમના કેટલાક ભાગો સિવાય મોટાભાગના વિસ્તારોમાં વધુ ગરમી પડશે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય તાપમાનથી વધુ રહેવાનો અનુમાન છે.

છેલ્લા સપ્તાહથી તાપમાનનો પારો નીચે જતાં કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળી છે.ગુરૂવારે રાજ્યના 12 શહેરોમાં તાપમાન 36 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયુ હતુ. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં હવામાન સુકુ રહેશે, 3 દિવસ બાદ તાપમાનમાં વધારો થતાં તાપમાન 40 ડિગ્રીને પાર જઇ શકે છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છમાં તાપમાનમાં બે-ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે.

Next Story