/connect-gujarat/media/post_banners/c28c8f5856eb6098a603c4af6bf2c6e298ddd28ec3c417fa4346215be9340270.webp)
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રના દરિયા કાંઠના વિસ્તારમાં છૂટછવાયો વરસાદ પડી શકે છે. તેમજ કચ્છના કેટલાક જિલ્લામાં પણ હળવાથી મઘ્યમ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી પણ ભારે વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયામાં તેજ પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો વરસ્યો 79 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.સૌથી વધુ કચ્છમાં 135 ટકા, તો સૌરાષ્ટ્રમાં 109 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 69, ઉત્તર ગુજરાતમાં 66 ટકા, તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 63 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ચોમાસાના સિઝનમાં 46 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. 106 તાલુકામાં 20થી 40, તો 93 તાલુકામાં અત્યાર સુધીમાં 10થી 20 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.