કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો સપાટો,ગુજરાતની ૪૫ સંસ્થાના લાયસન્સ આ કારણોસર થયા રદ્દ

ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 45 સંસ્થાના લાયસન્સ રદ કરાયા હોવાનું સામે આવ્યું છે. જેથી હવે લાયસન્સ રદ થનાર સંસ્થાઓ વિદેશી દાન નહીં મેળવી શકે

New Update
કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો સપાટો,ગુજરાતની ૪૫ સંસ્થાના લાયસન્સ આ કારણોસર થયા રદ્દ

હાલ સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો ખુલાસો કર્યો છે. જેમાં ગુજરાતમાં વિદેશથી ફંડ મેળવતી 45 સંસ્થા ના લાયસન્સ ગૃહ મંત્રાલયે રદ કર્યા હોવાનું સામે આવ્યું છે. જેથી હવે લાયસન્સ રદ થનાર સંસ્થા હવે દેશ બહાર થી આવતું દાન નહીં મેળવી શકે. જોકે મહત્વનું છે કે, ભારતમાં કુલ 1 હજાર 811 સંસ્થા ના લાયસન્સ રદ કરાયા છે.

વિદેશથી દાન મેળવતી આતંકવાદી ગતિવિધિ પાછળ નાણાં ખર્ચતી સંસ્થાઓ સામે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લાલ આંખ કરી છે. જે કાર્યવાહીના ભાગરૂપે અત્યાર સુધી ગુજરાતમાં વિદેશથી દાન મેળવતી 45 સંસ્થાના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. છેલ્લા 3 વર્ષમાં ગુજરાતની 45 સંસ્થાના લાયસન્સ રદ કર્યા હોવાનો જવાબ ખુદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદમાં કર્યો છે. ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 45 સંસ્થાના લાયસન્સ રદ કરાયા હોવાનું સામે આવ્યું છે. જેથી હવે લાયસન્સ રદ થનાર સંસ્થાઓ વિદેશી દાન નહીં મેળવી શકે. તો વળી કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જવાબ મુજબ અત્યાર સુધી ભારતમાં કુલ 1 હજાર 811 સંસ્થા ના લાયસન્સ રદ કરાયા છે

Latest Stories