ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

New Update
ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની  હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો છે. ઓગસ્ટ મહિનામાં નહિવત વરસાદ બાદ હવે ફરી મોનસૂન એક્ટિવ થયું છે.બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ફરી આજથી આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે. ઉપરાંત દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ વરસી શકે છે.

Advertisment

આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં મેઘો મેહરબાન થયો હતો. બનાસકાંઠા, ગાંધીનગર,મહિસાગર સહિત અનેક જિલ્લામાં મેઘમહેરથી લાંબા સમયથી રાહ જોતા ખેડૂતોને રાહત મળી છે. ઉભા પાકને પણ જાણે જીવંતદાન મળ્યું છે. બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદથી પાકને જીવંતદાન મળ્યું છે. છોટાઉદેપુર, મહીસાગર, દાહોદમાં પણ મેઘમહેરબાન થયો છે.

વલસાડ, તાપી, નવસારી, ડાંગમાં પણ સારો વરસાદ વરસતા પાકને નવજીવન મળ્યું છે. બનાસકાંઠાના પાલનપુર, વડગામના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે લોકોને ગરમી અને બફારાથી રાહત મળવાની સાથે પાકને જીવંતદાન મળ્યું છે.

અરવલ્લીના મેઘરજ, બાયડ અને સાઠંબામાં પણ વરસાદે મેઘની રાહ જોતા પાકની તરસ છીપાવી છે. મહીસાગરના લુણાવાડા, વીરપુર, કડાણા તાલુકામાં પણ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જિલ્લામાં વાવેતર કરેલ મકાઈ સોયાબીન ડાંગર અને ઘાસચારાના પાકને જ્યારે પાણીની જરૂર હતી ત્યારે જ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

Advertisment