લાંબા વિરામ બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસ્યો વરસાદ, સૌથી વધુ વાંસદામાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો

લાંબા વિરામ બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસ્યો વરસાદ, સૌથી વધુ વાંસદામાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો
New Update

લાંબા વિરામ બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 112 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં નવસારીના વાંસદામાં પોણા ચાર ઈંચ, વલસાડના પારડી, ધરમપુરમાં સાડા ત્રણ ઈંચ, વલસાડ તાલુકામાં સવા ત્રણ ઈંચ અને વલસાડના કપરાડામાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.

મહેસાણામાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વિસનગરમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા પાણી પાણી થયા હતા. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સુકાતા પાકને વરસાદથી નવુ જીવનદાન મળ્યુ છે.

રાજકોટમાં પણ મધરાતે વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટમાં એક મહિના કરતા વધુ સમય બાદ વરસાદ વરસ્યો હતો. વરસાદના આગમનથી ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા. આગાહી વચ્ચે નવસારીના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. મોડી રાતે બે કલાકમાં વાંસદા તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ચીખલી, ખેરગામ તાલુકામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

#Gujarat #ConnectGujarat #heavy rains #received #Vansada #several districts
Here are a few more articles:
Read the Next Article