રાજ્યની બીજા નંબરની રથયાત્રા ભાવનગરમાં, ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ...

ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા પૂર્વે પારંપરિક નેત્રોત્સવ વિધિ ભગવાનેશ્વર મંદિરે યોજાય હતી.

New Update

ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રાનું ભવ્ય આયોજન

રથયાત્રા પૂર્વે પારંપરિક ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાય

શાસ્ત્રોક્ત વિધિ સહિત ભગવાનની આંખો પર પટ્ટી બંધાય

અષાઢી બીજના રોજ આંખો પરથી પટ્ટી ખોલવામાં આવશે

નેત્રોત્સવ વિધિ દરમ્યાન મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા પૂર્વે પારંપરિક નેત્રોત્સવ વિધિ ભગવાનેશ્વર મંદિરે યોજાય હતી. જેમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પ્રમાણે ભગવાન જગન્નાથજીબલભદ્ર અને બહેન સુભદ્રાની આંખો પર પટ્ટી બાંધવામાં આવી હતી. તા. 7 જુલાઈ અષાઢી બીજના રોજ આંખો પરથી આ પટ્ટી ખોલવામાં આવશે અને ભગવાન નગરયાત્રાએ નીકળશે.

આગામી તા. 7 જુલાઈ અષાઢી બીજના રોજ અમદાવાદ બાદ રાજ્યની બીજા નંબરની 39મી રથયાત્રા ભાવનગર શહેરમાં નીકળવાની હોયત્યારે આજે શહેરના સુભાષનગર સ્થિત જગન્નાથજી મંદિરે ભગવાન જગન્નાથજી-બલભદ્ર અને બહેન સુભદ્રાની પારંપરિક વિધિ અનુસાર આંખો પર પટ્ટી બાંધવામાં આવી છે. વાયકા પ્રમાણે ભગવાન જ્યારે તેના મોસાળ ગયા હોય છેત્યારે તે સમયે ત્યાં કેરીજાંબુસિંગ અને ગોળ જેવી અનેક સામગ્રીને આરોગતા તેમની આંખો આવી જાય છેજ્યારે તે તેમના નગરમાં રથમાં પરત ફરે છે,

ત્યારે તેમની આંખમાં પવન ન લાગે તે માટે તેમની આંખોમાં મધ લગાવી પટ્ટી બાંધવામાં આવી હતી. ત્યારબાદ ભગવાન જગન્નાથજીબલભદ્ર અને બહેન સુભદ્રા પોતાના ઘરે દ્વારિકા પરત ફરે છેઅને ઘરે પરત આવ્યા બાદ અષાઢી બીજના દિવસે આંખો પરની પટ્ટી ખોલવામાં આવે છે. મોસાળથી પરત આવ્યા બાદ બહેન સુભદ્રાને નગરયાત્રા કરવાનું મન થતાં ભગવાન જગન્નાથજી અને બલભદ્ર તેને લઇને દ્વારિકા નગરીમાં નીકળે છેજેની ઉજવણી આપણે રથયાત્રા તરીકે કરીએ છીએજ્યારે સાથે રથ પર નીલચક્ર અને હનુમાનજી મહારાજની પણ સ્થાપના કરવામાં આવી હતી. આ નેત્રોત્સવ વિધિ પ્રસંગે રથયાત્રા સમિતિના હરુભાઈ ગોંડલિયા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.