અમદાવાદ : બિઝનેસમેનની કરતૂતથી આશ્ચર્ય,ફટાકડા ફોડતા બાળકોને મારમારી સિક્યુરિટી કેબિનમાં તોડફોડ કરતા પોલીસે કરી ધરપકડ

અમદાવાદ શહેરમાં કાળી ચૌદશની રાતે એક બિઝનેસમેન બંગલા માલિકે કરેલા કૃત્યના કારણે તેના પરિવારજનો, પાડોશના એપાર્ટમેન્ટના રહિશો અને પોલીસને પરેશાન

New Update
WhatsApp Image 2025-10-21 at 19.11.09

અમદાવાદ શહેરમાં કાળી ચૌદશની રાતે એક બિઝનેસમેન બંગલા માલિકે કરેલા કૃત્યના કારણે તેના પરિવારજનો, પાડોશના એપાર્ટમેન્ટના રહિશો અને પોલીસને પરેશાન થવું પડ્યું હતું. બિઝનેસમેનની ઓળખ ધરાવતા શખ્સે એપાર્ટમેન્ટની સિક્યુરિટી કેબિનમાં કેમેરા, ઈન્ટરકોમ સિસ્ટમ તેમજ બેરિકેડ અને મિરરને તોડી નાખી દોઢેક લાખનું નુકસાન કર્યું હતું. આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચતા દિવાળીની સાંજે આક્ષેપિતની સામે અમદાવાદ પોલીસે અટકાયત કરી હતી.

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં કાળી ચૌદશની રાતે કેટલાક  બાળકો અને કિશોર ફટાકડા ફોડી રહ્યા હતા. આ સમયે પાડોશમાં આવેલી સોસાયટીના બંગલામાં રહેતા બિઝનેસમેન અચાનક ગુસ્સે થઈ ગયા હતા. બંગલાના ધાબે ચઢીને ફટાકડા ફોડતા બાળકોને ભગાડવા ઈંટોના ટુકડા ફેંક્યા અને પછી પાઈપ વડે પાણીનો મારો ચલાવ્યો. કેટલાંક બાળકો ડરી જઈને તેમના વાલી પાસે પહોંચ્યા અને ઘટનાની જાણ કરી હતી. બિઝનેસમેન બંગલાનો માલિક એપાર્ટમેન્ટમાં ધસી આવ્યો અને સિક્યુરિટીની ખુરશી લઈને કેબિનમાં સીસીટીવી કેમેરા અને ઈન્ટરકોમ સિસ્ટમ તેમજ બેરિકેડ અને મિરરની તોડફોડ કરી ઘરે ભાગી ગયો હતો. એપાર્ટમેન્ટના રહિશોએ એકઠા થઈને તેના બંગલે ઠપકો આપવા પહોંચ્યા તો માફી માંગવાના બદલે શખ્સ રૂઆબ બતાવવા લાગ્યો હતો.જે અંગે એપાર્ટમેન્ટના રહિશોએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. અને મધ્યરાત્રિ બાદ એપાર્ટમેન્ટના રહિશો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આ મામલે રજૂઆત કરતા પોલીસે અરજી લેવા સંમતિ દર્શાવી હતી.અને પોલીસે બિઝનેસમેનની અટકાયત કરી હતી

Latest Stories