Connect Gujarat
ગુજરાત

એ.કે.રાકેશ ગુજરાતના અધિક ગૃહ સચિવ બન્યા : ECએ પંકજ જોશી સહિત 6 રાજ્યના ગૃહ સચિવને હટાવ્યા હતા

એ.કે.રાકેશ ગુજરાતના અધિક ગૃહ સચિવ બન્યા : ECએ પંકજ જોશી સહિત 6 રાજ્યના ગૃહ સચિવને હટાવ્યા હતા
X

લોકસભા ચૂંટણી પહેલાં ચૂંટણીપંચે કડક કાર્યવાહી કરીને 6 રાજ્યના ગૃહ સચિવોને હટાવવાના આદેશ આપ્યા છે, જેમાં ગુજરાત, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ સાથે પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત પંચે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલ ઉપરાંત વધારાના કમિશનરો અને ડેપ્યુટી કમિશનરોને પણ હટાવી દીધા છે. આ સાથે વિવેક સહાયને પશ્ચિમ બંગાળના નવા ડીજીપી બનાવવામાં આવ્યા છે. ત્યારે કૃષિ, કિસાન કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશને ગુજરાતના અધિક ગૃહ સચિવનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

ચૂંટણી પંચે સોમવારે ગુજરાતના પંકજ જોશી, ઉત્તર પ્રદેશના સંજય પ્રસાદ, બિહારના એસ સિદ્ધાર્થ, ઝારખંડના અરવા રાજકમલને હટાવી દીધા હતા. આ સિવાય હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના ગૃહ સચિવને પણ હટાવી દીધા છે. આ તમામ લોકો મુખ્યમંત્રી કાર્યાલયમાં એડિશનલ ચાર્જ સંભાળતા હતા.

Next Story