/connect-gujarat/media/post_banners/c134a5458d0f256883c582fd144283f466937c806f84ac8beffdbfdbae922ad5.webp)
ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની 89 બેઠક માટે ગુરુવારે ફોર્મ પાછા ખેંચાયા પછી હવે ચિત્ર સ્પષ્ટ થયું છે.કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ અલ્પેશ ઠાકોરના પગલે અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયાં હતાં. ભાજપે આ ચૂંટણીમાં ટિકિટ કાપતાં જ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમણે આજે ભાજપમાંથી રાજીનામું આપી દીધુ છે.
પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને લેખિતમાં રાજીનામું મોકલી આપ્યું છે. ધવલસિંહે આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપે નિષ્ક્રિય ઉમેદવારની પસંદગી કરી છે.ધવલ ઝાલા અલ્પેશ ઠાકોર સાથે ભાજપમાં જોડાયા હતા 2017 માં બાયડ બેઠક પર તેઓ ચૂંટણી હાર્યા હતા આ વખતે પણ તેમણે ભાજપમાંથી દાવેદારી કરી હતી પણ ભાજપે ટિકિટ ના આપતા તેઓ નારાજ થયા હતા અને અપક્ષ માંથી ગઇકાલે ફોર્મ ભર્યું હતું તો બીજી બાજુ ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલે ગુરુવારે પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. એમાં તેમણે બળવાખોર નેતા ને ટકોર કરી છે. તેમણે કહ્યું હતું કે ઉમેદવારી પ્રક્રિયા સંપન્ન થઈ છે. કાલે એનું વેરિફિકેશન, ત્યાર બાદ ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ થશે.89 સીટમાંથી 82 સીટ પર ભાજપના અગ્રણીઓ પ્રચાર અર્થે જશે.18થી લઈને 20 તારીખ સુધી વિકાસના કાર્યો લોકો સુધી પહોંચાડશે. કાલથી ઉમેદવારો માટે વિધિવત પ્રચાર શરૂ થશે. તેમણે એવી પણ ચીમકી ઉચ્ચારી કે જો ભાજપનો કાર્યકર અપક્ષ ઉમેદવારી કરશે તો પક્ષ પગલાં લેશે. આવા લોકોએ ઉમેદવારી પાછી ખેંચી લેવી જોઈએ