રાજ્યમાં કેટલાક સ્થળે જોવા મળી ખગોળીય ઘટના
ઝળહળતી રોશનીની હારમાળ એક સાથે જોવા મળી
કુતૂહલ સાથે લોકોએ આ દ્રશ્યો મોબાઇલમાં કેદ કર્યા
ગુજરાત રાજ્યના કેટલાક શહેરોમાં સાંજના સમયે આકાશમાં સર્જાયેલ ખગોળીય ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં લોકોમાં ચર્ચાનો વિષય બનવા સાથે કુતૂહલ સર્જાયું હતું. સાંજના અંદાજે 7 વાગ્યાના સમયગાળા દરમ્યાન આકાશમાં કોઈ ખગોળીય ઘટના સર્જાયેલ હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો હતો.
જેમાં આકાશમાં ચાંદની બાજુમાંથી કોઈક વસ્તુ એટલે કે, ઝળહળતી રોશનીની હારમાળા એક સાથે આસમાન તરફથી નીચે જમીન તરફ ઉતરતી જોવા મળતા લોકો અચરજ પામ્યા હતા. જોકે, લોકોએ પણ આ દ્રશ્યો પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધા હતા. જે રીતે વીડિયોમાં દ્રશ્યમાન થાય છે તે જોતાં લોકોના મનમાં પણ સવાલ ઊભા થયા હતા કે, આકાશમાં દેખાતી આ વસ્તુ શું હોય શકે.?, ત્યારે અમે તમને જણાવી દઈએ કે, આ સ્ટારલિંક એટેલે કે, સ્પેસએક્સના સેટેલાઇટ નેટવર્કનું નામ છે. જે ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ એક્સેસ માટે બ્રોડબેન્ડ કવરેજ પૂરું પાડે છે. આગામી થોડા વર્ષોમાં, સ્પેસએક્સ ઓછામાં ઓછા 12 હજાર સ્ટારલિંક ઉપગ્રહો મોકલવાની યોજના ધરાવે છે. સેટેલાઈટ ઈન્ટરનેટ ફાઈબર ઓપ્ટિક કેબલ ઈન્ટરનેટ કરતા 47% ઝડપી દરે અવકાશમાં બીમ કરે છે. જોકે, સાંજના સમયે આકાશમાં સર્જાયેલ ખગોળીય ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.