ગુજરાત વાહનવ્યવહાર વિભાગનો મહત્વનો નિર્ણય, પાસ કઢાવવા બસ સ્ટેન્ડ સુધી ધક્કા નહીં ખાવા પડે

ગુજરાત વાહનવ્યવહાર વિભાગનો મહત્વનો નિર્ણય, પાસ કઢાવવા બસ સ્ટેન્ડ સુધી ધક્કા નહીં ખાવા પડે
New Update

હવે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને પાસ કઢાવવા બસ સ્ટેન્ડ સુધી ધક્કા નહીં ખાવા પડે. વિદ્યાર્થીઓ અને મુસાફરોના હિતમાં વાહન વ્યવહાર વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે મહત્વની ઈ- પાસ સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો.12 જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવના પ્રારંભ સાથે નવી ઈ- પાસ સિસ્ટમ અમલી કરવામાં આવશે. એટલે હવે વિદ્યાર્થીઓ અને મુસાફરો ઘરે બેઠા પાસ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકશે.

રાજ્યની ડિજિટલ ક્રાંતિમાં વાહનવ્યવહાર વિભાગની પહેલથી દૈનિક ત્રણ લાખથી વધુ મુસાફરો અને અંદાજિત 10 લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે.અત્યાર સુધી વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને પોતાના કામમાંથી સમય કાઢીને પાસ બનાવવા માટે મોટી લાઈનમાં ઉભું રહેવું પડતું હતું. જોકે હવે એક ઝાટકે સંઘવીએ વિદ્યાર્થીઓની ઝંઝટ દૂર કરી છે. ઓનલાઈન પાસ કઢાવતી વખતે ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરી શકાશે. રાજ્યમાં ડિજિટલ ટ્રાન્ઝેકશનનું પ્રમાણ વધવાથી ડિજિટલ ક્રાંતિને પણ વેગ મળશે.

રાજ્યમાં હાલ દૈનિક 3 લાખ મુસાફરો 15 દિવસનું ભાડું ચૂકવી મહિનો દિવસની મુસાફરી કરે છે. રાજ્યમાં હાલ 125 બસ સ્ટેશન, 105 કંટ્રોલ પોઈન્ટથી દૈનિક 3 લાખ મુસાફરો પાસથી મુસાફરી કરે છે. રાજ્યની 33 હજાર 915થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ મારફતે દર વર્ષે 5 લાખ 17 હજારથી વધુ વિદ્યાર્થીનીઓ અને 4 લાખ 93 હજારથી વધુ વિદ્યાર્થીઓ મળી કુલ 10 લાખથી વધુ વિદ્યાર્થીઓને રાહતદરના પાસ આપવામાં આવે છે.80 હજારથી વધુ રોજિંદા મહિલા અને 2 લાખ 32 હજારથી વધુ પુરૂષ રોજિંદા મુસાફરી કરે છે. હવે ઈ- પાસથી વિદ્યાર્થીઓ અને મુસાફરો જાતે જ કોમ્પ્યુટર કે મોબાઈલથી રજિસ્ટ્રેશન કરાવી ઈ- પાસ મેળવી શકશે.

એસટી ઈ પાસ માટે કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન

વિદ્યાર્થીઓ કે મુસાફરોને PASS.GSRTC.IN પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

અપડાઉન કરતા મુસાફરો ઓનલાઈન ફી ભરતા ઈ- પાસ ઈશ્યું થઈ જશે.

જ્યારે વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન બાદ આ એપ્લિકેશનનું વેરિફિકેશન જે- તે શૈક્ષણિક સંસ્થાને મોકલાશે

- શૈક્ષણિક સંસ્થાએ ઓનલાઈન વેરિફિકેશન કરાવવાનું રહેશે.

- ત્યારબાદ ઓનલાઈ કે ઓફલાઈન પેમેન્ટનો વિકલ્પ આપવામાં આવશે.

- આ જાણ વિદ્યાર્થીઓને મોબાઈલમાં SMS મારફતે કરવામાં આવશે.

-જે બાદ ઈ પાસ ઈસ્યુ કરાશે.

#India #ConnectGujarat #pass #important decision #Gujarat Transport Department
Here are a few more articles:
Read the Next Article