કોરોનાના કેસમાં ફરી ઉછાળો, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24 કેસ નોંધાયા
BY Connect Gujarat Desk10 March 2023 3:50 PM GMT

X
Connect Gujarat Desk10 March 2023 3:50 PM GMT
સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવ્યો છે. તો બીજી તરફ ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં જ્યાં પહેલા બે-પાંચ કેસો આવતા હતા ત્યાં હવે 20થી વધુ કેસો સામે આવવા લાગ્યા છે.
આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાથી 1 વ્યક્તિનું મોત થયું છે. આજે નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 11 , મહેસાણામાં 3, રાજકોટમાં 3, સુરતમાં 4 અને અમરેલી,સાબરકાંઠા અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે.
Next Story