અરવલ્લી : ભેમાપુર ગામની ગુમ સગીરાનો 4 વર્ષે હત્યાનો ભેદ ઉકેલાયો, 7 હત્યારાઓ ઝડપાયા...

ભેમાપુર ગામમાંથી ચાર વર્ષ અગાઉ ગુમ થયેલી સગીરાની હત્યાના ગુન્હાનો ભેદ ઉકેલી પોલીસે 7 હત્યારાઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા

New Update
અરવલ્લી : ભેમાપુર ગામની ગુમ સગીરાનો 4 વર્ષે હત્યાનો ભેદ ઉકેલાયો, 7 હત્યારાઓ ઝડપાયા...

અરવલ્લીના ભેમાપુરમાં ગુમ સગીરાનો મામલો

4 વર્ષ બાદ પોલીસને મળી મોટી સફળતા

હત્યાનો ભેદ ઉકેલી 7 હત્યારાઓની કરી ધરપકડ

અરવલ્લી જિલ્લાના ભેમાપુર ગામમાંથી ચાર વર્ષ અગાઉ ગુમ થયેલી સગીરાની હત્યાના ગુન્હાનો ભેદ ઉકેલી પોલીસે 7 હત્યારાઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા. અરવલ્લી જિલ્લાના ભેમાપુર ગામમાં 4 વર્ષ પહેલા યોજાયેલ સત્સંગમાં ગયેલ સગીરા ગુમ થઇ ગઈ હતી. ગુમ થનાર સગીરા અને તેની બહેનપણી મોહન ગલા કટારાની ઘર પાછળ બે યુવકો સાથે ઊભી હતી. મોહન ગલા કટારાને અંધારામાં ઉભેલા બે છોકરા અને છોકરીને જોવા માટે બેટરી પાડતા ઉભેલા બંને છોકરા-છોકરી ભાગતા મોહન કટારાએ પીછો કરી હાથમાં રહેલી લોંખડની કોદાળી ગુમ થનાર સગીરાને મારતા સગીરા સ્થળ પર પટકાઈ જતાં સગીરાનું મોત નીપજયું હતું.

આથી મોહન કટારા ગભરાઈ ગયો હતો અને આ અંગે ભારૂજી ખાત્રાજી પાંડોર, ભરત ધીરા ગલા કટારા, રાકેશ ઉર્ફે લાલો ભારૂજી ઉર્ફે ભરત પાંડોર, રમેશ રાયચંદ કટારા તથા ધીરા ગલા કટારાને જાણ કરતાં બધા એ ભેગા મળી લાશને કુવામાં નાખી દીધા બાદ તેમાંથી બહાર કાઢી ટ્રેકટરમાં નાખી મહીસાગર જીલ્લામાંથી પસાર થતી ભાદર નદીના ધરામાં પથ્થર બાંધી ફેંકી દઈ હત્યારાઓ બિન્દાસ્ત છેલ્લા ચાર વર્ષથી ખુલ્લે આમ ફરતા હતા. જોકે પેલી કહેવત છે ને ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહીં. જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે ગુમ સગીરાની તપાસ જીલ્લા એલસીબીને સુપ્રત કરતા ચાર વર્ષ બાદ ગુમ સગીરાના ટેક્નિકલ એનાલિસિસ અને બાતમીદારોની મદદથી ભેદ ઉકેલી નાખી સાતે હત્યારાઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

Latest Stories