/connect-gujarat/media/post_banners/2f3dd64e9f55a12fcf87730d72e8427804783f8ad8b64cd355f409c4ef2f6779.jpg)
અરવલ્લીના મોડાસા શહેર સહીત જીલ્લામાં આંખ આવવી એટલે કે કન્જેક્ટિવાઇટિસ બીમારી વધુ વકરી છે, ત્યારે સરકારી દવાખાના સહીત ખાનગી દવાખાનામાં રોજના 300થી વધુ દર્દીઓ આંખ આવવાની બીમારીથી પીડાઈ રહ્યા છે. જીલ્લામાં ઝડપથી ફેલાઈ રહેલા કન્જેક્ટિવાઇટિસ ચેપના કારણે દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.
ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે કન્જેક્ટિવાઇટિસ રોગ ખર્ચાળ સાબિત થઇ રહ્યો છે. મોડાસા અર્બન સેન્ટરમાં કન્જેક્ટિવાઇટિસના દર્દીઓ સારવાર માટે ઉમટી રહ્યા છે, ત્યારે સરકારી દવાખાનામાં આઈડ્રોપનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી લોકોને વિલા મોઢે પરત ફરવું પડી રહ્યું છે. તો બજારમાંથી 100થી 150 રૂપિયા ખર્ચી ગરીબ દર્દીઓ આઈડ્રોપ લેવા મજબુર બન્યા છે. આ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખે તાત્કાલિક ધોરણે દવાનો જથ્થો ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.